Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જુની પેન્શન યોજના ફરી ચાલુ કરાવવા મુખ્યમંત્રી સાથે મુલાકાતે – જાણો વધુ

સંકેત પંડ્યા – એડિટર

આજ રોજ ગુજરાત રાજ્યના તમામ શિક્ષક ભાઈ બહેનો /કર્મચારીઓ માટે સૌથી અગત્યનો પ્રશ્ન જુની પેન્શન યોજના ફરી ચાલુ થાય એ માટે ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તથા રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક કરવામાં આવી. પેન્શન નો મુદ્દો સત્વરે ઉકેલી જાય અને સરકારશ્રી દ્વારા કર્મચારીઓ ના હિત માં નિર્ણય લેવાય એવી ધારદાર રજૂઆત ખુબ સુદર માહોલ માં કરવામાં આવી. માન. મુખ્યમંત્રીશ્રી એ પણ સંગઠનદ્વારા આપવામાં આવેલ લેટરપેડ ને યોગ્ય રીતે સમજવા પ્રયત્ન કર્યો. રાજ્ય ના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ તથા કોષાધ્યક્ષ રમેશભાઈ ચૌધરી એ પણ સંપૂર્ણ વિષય સમજાવવા માટે પ્રયત્ન કર્યો

માન.મુખ્યમંત્રી શ્રી એ પણ યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી. Htat ,બદલી કેમ્પ , 4200 ગ્રેડ પે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિવિધ પ્રશ્નો નો થયેલ ઉકેલ ના પરીપત્રો માટે પણ રાજ્યના નાણાંમંત્રીશ્રી કનુભાઈ અને શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ સાથે ચર્ચા કરીને ફાઈલ સત્વરે બહાલી આપે એ બાબતે ચર્ચા થઇ હતી. આ રજૂઆત માટે ગુજરાત શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, માધ્યમિક સંવર્ગ માંથી રમેશભાઈ ચૌધરી, તરુણભાઈ વ્યાસ, સંજયભાઈ ભટ્ટ, ભરતભાઈ સેતા, હિત રક્ષક સમિતિમાંથી અમરાભાઇ પટેલ, ભુપેન્દ્રભાઈ પટેલ અને રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃ સ્થાપન સયુંકત મોરચાના સભ્ય મુકેશભાઈ પટેલ હાજર રહ્યા. રાત્રે મોડા સુધી શિક્ષકોના પ્રશ્નો બાબતે સતત ચિંતિત રહી સત્વરે ઉકેલ લાવવા સંગઠન સતત પ્રયત્ન કરી રહ્યું છે માન.મુખ્યમંત્રી ના કાર્યાલય થી સત્વરે જે જવાબ મળશે એના પછી રાષ્ટ્રીય સંયુક્ત મોરચો આગામી ચૂંટણી પહેલા વિવિધ પ્રકારના ઉગ્ર કાર્યક્રમ આપશે તેવુ જણાવવામાં આવ્યુ.

Share

Related posts

સિંગતેલના ભાવમાં એક સાથે ઝીંકાયો મોટો ભાવ વધારો : ભાવ જાણીને ગૃહિણીઓની હાલત થઈ બેહાલ ! – જાણો વધુ

gujaratjanekta

લીમડી શહેર માં મોડી રાત્રે ભારે વરસાદ અને પવનને કારણે લાઈટ નો વીજ થાંભલો અને ઝાડ ધરાશાય

gujaratjanekta

દાહોદમાં 108 ઈમરજન્સી સેવાએ પુનઃ એક વખત સેવાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial