Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વિરપુર તાલુકાના ગંધારી ગામ નજીકની સુજલામ સુફલામ્ કેનાલમાંથી પુરૂષનો મૃતદેહ મળ્યો : પોલીસે તપાસ હાથ ધરી

વિપુલ જોષી – બ્યુરો ચીફ

મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ગંધારી ગામેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ સ્થાનિક લોકોના ટોળે-ટોળા ઉમટયા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિકોની મદદથી પુરુષનો મૃતદેહ બહાર કાઢી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. વિરપુર પંથકમાં આવેલી કેનાલમાંથી લાશો મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે ગંધારી ગામથી પસાર થતી સુજલામ સુફલામ્ કેનાલમાંથી એક પુરુષનો મૃતદેહ નજરે પડતાં સ્થાનિક લોકો કેનાલ ઉપર દોડી પહોંચ્યા હતા. લોકોએ ઘટનાની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સ્થાનિક લોકોની મદદથી કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતદેહના પરિવારની શોધખોળ હાથ ધરતા રણકપુર ,કડાણા ભેમાભાઈ સરદારભાઈ ડામોરનો હોવાનું સામે આવ્યું છે પોલીસે પરિવારને જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વિરપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

Share

Related posts

ફતેપુરા તાલુકા કોંગ્રેસ કાર્યાલયમાં મહાત્મા ગાંધી જયંતિ મનાઈ ગઈ

gujaratjanekta

શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ-વડોદરા એકલિંગજી પાટોત્સવ ધામધૂમથી ઉજવશે

gujaratjanekta

માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ ભાઈ દવેએ રોજગારીને વધારવા માટે જીએચસીએલ ફાઉન્ડેશનની વીટીઆઈનું ઉદ્ઘાટન કર્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial