પ્રાપ્ત માહિતી પ્રમાણે પોલીસ વૉરંટ વગર તમારી ધરપકડ કરી શકે ખરી? અટકાયત અને ધરપકડ વચ્ચે શું ફરક છે? જો તમને પણ આવા સવાલો થતાં હોય અને તમારા અધિકારો વિશે જાણવામાં તમને રસ હોય, તો આજે અહીં તમને જવાબો મળી જશે તો આવો જાણીએ જાણીતા વકીલ શૈશવ પંડિત આ બાબતે શું કહે છે.

અટકાયત અને ધરપકડ વચ્ચે ફરક શું?
કાયદાકીય રીતે જોવા જઈએ તો
ગુજરાતીમાં અરેસ્ટને અટક કહેવાય છે.
ચેપ્ટર રોમન-5માં સંજાવાઈ છે અરેસ્ટની વ્યાખ્યા.
એટલા માટે અટકાયત અને ધરપકડ એકબીજાના સમાનાર્થી જ કહેવાય છે.
ચેપ્ટર રોમન – 5 માં પોલીસ ક્યારે અરેસ્ટ કરી શકે ? અરેસ્ટ કરવાની પ્રક્રિયા શું છે? અરેસ્ટ કરતાં સમયે પોલીસ કયા કયા પગલાં લેવા જોઈએ? આપણાં શું અધિકારો છે? આપણને શું જાણકારી મળવી જોઈએ ? જેવી સમગ્ર બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે.

પોલીસ કારણ બતાવ્યા વગર ધરપકડ કરી શકે ?
ધરપકડ બાબતે પોલીસે જાણ કરવી પડે
નાગરિકને અધિકાર છે ધરપકડનું કારણ પૂછવાનો
વહેમ અને શંકા ઉપર પોલીસ ધરપકડ ન કરી શકે
અટક દરમિયાન પોલીસે અરેસ્ટ મેમો આપવો પડે, જેમાં જણાવવામાં આવે છે કે કયા ગુના હેઠળ તમારી ધરપકડ થઈ રહી છે તેમજ કયા સેકશન હેઠળ તમારી સામે આક્ષેપ છે તથા તેમાં તમારા કોઈ સંબંધી કે મિત્રની સહી અને તમારી કાઉન્ટર સહી ફરજિયાત છે કેમકે તમે કસ્ટડીમાં હોવ, ત્યારે તમારા વતી લીગલ હેલ્પ લેવા માટે તમારા કોઈ જાણીતા કે મિત્રની સહી અથવા કોઈ સમાજમાં ઊંચા પદ પર હોય અને નામાંકિત હોય એવા વ્યક્તિની સહી જરૂરી છે !

