Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

અધધ…₹ 4 કરોડના ખર્ચે નવું બસ ડેપો તો બન્યું પણ મુખ્ય દ્વારે S.T બસને થતા નુકશાન માટે જવાબદાર આખરે કોણ ? – જાણો વધુ

 

સાહીલ શેખ – પત્રકાર

જરાત રાજ્યમાં સલામત સવારી S.T અમારી ની વાતો માત્ર કાગળ ઉપર જ રહી ગઈ હોય તેમ દેખાય રહ્યું છે. મહીસાગર જીલ્લાના સંતરામપુર નગરમાં આશરે ₹4 કરોડ ના ખર્ચે નવીન એસ.ટી બસ સ્ટેશન ને ગોધરા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલું હતું. તેને એક વર્ષ ઉપરાંત સમય થઈ ચૂક્યો છે પરંતુ એસ.ટી ડેપોમાં પ્રવેશ માટેના મુખ્ય બે ગેટો નો અભાવ અને મોટા ખાડા પડી જવાના કારણે એસ.ટી બસોને નુકસાન થવા પામેલું છે. આજ રીતે ગોધરા નગરમાં પણ જ્યારે બસો અંદર પ્રવેશ કરતી હોય ત્યારે મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસોમાં પેસેન્જરોની હાલત ઘેટાં-બકરાની જેમ બને છે. બહારથી આવતી બસો એસ.ટી ડેપોમાં પ્રવેશ થતા પહેલા ખાડામાં કૂદીને ઘણીવાર ફસાઈ જતી હોય છે અને ત્યારે બસમાં બેસેલા મુસાફરોને જમ્પિંગ રાઈડમાં બેસ્યા હોય તેવો અહેસાસ થાય છે તો કેટલીક વાર ધડાકા જેવો મોટો અવાજ થતો હોય છે. સંતરામપુર ડેપોમાં બંને ગેટ ઉપર લોખંડની પાઇપો નાખીને જાળી ફીટીંગ કરવામાં આવેલી હતી પરંતુ આ જાળી તૂટી જવાના કારણે માટી પૂરી દેવામાં આવેલી હતી.

બસ એસ.ટી ડેપોની બહાર નીકળતી વખતે પણ ઊંચા અને નીચા ભાગના કારણે ઘણી વાર બસની નીચેના પાટા અને એન્જિન અડી જવાના કારણે નુકસાન થતું હોય છે તેવું S.T વિભાગના બસ ડ્રાઇવરો નું કહેવું છે. અને નવાઈ ની વાત તો એ છે કે પ્રવેશ કરતી વખતે એસ.ટી ડેપોમાં આગળ નો પાટો તૂટી જાય તો ડ્રાઇવરના પગાર માંથી ₹1,000 કાપીને દંડ વસૂલ કરવામાં આવે છે. આમ છેલ્લા એક વર્ષથી આવી ઘટના વધી રહી છે એસ.ટી ડેપોના ડ્રાઇવર અને કંડકટરને વગર લેવેદેવે નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે કોન્ટ્રાક્ટર ની બેદરકારી અને એસટી નિગમના બાંધકામ શાખાના અધિકારીઓની બેદરકારીના કારણે ડ્રાઇવરોને વારંવાર દંડ વસૂલ કરવો પડતો હોય છે અને હાલાકી પડતી હોય છે.

રોજિંદી સંખ્યાબંધ એસ.ટી બસો ડેપોમાં અવર-જવર કરતી હોય છે જેમાં મોટા પાયે નુકસાન થવા પામેલું છે એસ.ટી તંત્રની બેદરકારીના કારણે ડ્રાઇવરના પગાર માંથી ₹1,000 દર મહિને – બે મહિને કાપી લેવાય છે. એસ.ટી વિભાગ તંત્ર બસને નુકશાન થાય અને તેનો પાટો ક્યારે તુટે અને ડ્રાઇવરના પગાર માંથી ₹ 1000 ક્યારે કાપી લઇએ તેની કાગડોળે રાહ જોઈને બેઠા હોય તેમ ST બસના ડ્રાઇવરો અને કંડક્ટરોમાં ચર્ચાઓ ચ‍ાલી રહી છે. હવે જોવ‍ાનું એ રહ્યું કે શું એસ.ટી તંત્ર આ કામગીરી કરશે કે પછી કોઇ મોટી દુર્ઘટના ઘટે ત્યારે આ ખ‍ાડાઓ પુરશે ?

Share

Related posts

ઝાલોદ પોલિસ રામનવમીના ઉત્સવને લઈ હાઈ એલર્ટ : ડ્રોન કેમેરા દ્વારા નગરની અગાસીઓ પર નિરીક્ષણ કર્યું

gujaratjanekta

ફતેપુરા તાલુકાના ભોજેલાથી શરણૈયા ગામે સાસરીમાં ગયેલા 56 વર્ષીય આધેડની લાશ ગવાડુંગરા કૂવામાંથી મળી આવી

gujaratjanekta

ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા ત્યારે નરેન્દ્ર મોદીને માતાએ કરી હતી આ વાત જે સૌ કોઈ યાદ કરે છે.

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial