Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આઝાદીના 75 વર્ષે સરકારી દવાખાનાઓની હાલત તો જુઓ સરકાર!! : – જાણો વધુ

✍ સંકેત પંડ્યા – એડિટર 

હોસ્પિટલ બહાર એક પિતા સ્ટ્રેચર ઉપર તડપતા પોતાના બાળકને દિલાસો આપી રહ્યો હતો કે “બેટા હું તારી જોડે છું, બધું સારું થઈ જશે હો…તું ચિંતા ના કર… હું છું તારી જોડે” બસ તારી MRI થઈ જશે એટલે ડૉક્ટર સાહેબ તારો ઈલાજ કરી દેશે પછી આપડે આપડા ઘરે જઈશું. બસ થોડીજ વાર લાગશે”

એ બિચારો લાચાર બાપ પોતાની વાત પૂરી કરે એની પહેલા જ એના બાળક ને ભયાનક હિંચકી ઉપડી અને વાત વચ્ચે જ અધુરી છોડીને એ બાળકની પીઠ થાબડવા અને ઘસવા લાગ્યો. એના એકના એક દીકરા ને આમ જીવન માટે તડફડતું જોઈ એની આંખો માંથી આંશુ નીકળવા લાગ્યા.

૫ ફૂટ લાંબો વિશાળ કદનો કાંઠી પણ એના બાળક ની આવી દુર્દશા જોઈ એનું પૌરુષ પીઘળી ગયું સાહેબ… એ પોતાના એક ના એક દીકરાને ગળે લગાવીને બસ રડવા જ લાગ્યો. એ બાપને એવી ઉમ્મીદ હતી કે એના બાળક નું જલ્દી થી જલ્દી MRI થઈ જશે તો એના બાળક ની બીમારી પકડાઈ જશે અને એનો ઈલાજ તાત્કાલિક થઇ જશે પણ આજે જિલ્લા માં એકજ સરકારી મોટી હોસ્પિટલ અને એમાંય એક જ MRI હતું. એ બાપ પોતાના બાળક માટે ગામડા માંથી એક ઉમ્મીદ અને વિશ્વાસ સાથે આવ્યો હતો કે મોટું સરકારી દવાખાનું છે તો મારો દીકરો સાજો થઈ જ જશે પણ પાછલા 1 કલાક થી એના બાળક નો MRI માટે નંબર ના લાગ્યો અને લાગતો પણ કઈ રીતે ? અંદર પેહલાથી જ MRI કરાવવા 50 લોકો લાઇનમાં લાગેલા હતા.

MRI મશીન 24 કલાક ચાલે તો પણ એ બાળક નો નંબર બીજા દિવસે જ આવતો કારણ કે એક MRI માટે ઓછામાં ઓછી 30 min લાગે.

દેશ ના મોટા સરકારી દવાખાનાઓ જેમાં ગામે ગામેથી લોકો પોતાના મરીજોને કેટલીયે ઉમ્મીદથી લઈને આવતા હોય છે પણ આ વિશાળ દવાખાનાઓની હાલત 21 મી સદી માં પણ સુધરી શકી નથી.

આપણો દેશ આઝાદી નો 75 મો મહોત્સવ મનાવશે. કેટ-કેટલો ખર્ચ કરશે. જેમ કે આ વર્ષે ઘર ઘર તિરંગા. આપણે અંગ્રેજોથી તો આઝાદ થઈ ગયા પણ આપણે જાહિલ માનસિકતાથી આઝાદ નથી થયા. દેશ આઝાદ થયો એટલે સૌને વર્ષમાં બસ 2 રજાઓ મળે તેની રાહ જોઈને દેશભક્તિના રંગે રંગાઈ જવું તે સ્વાભાવિક છે પણ આજે આઝાદી ના 75 વર્ષે આપણા સરકારી દવાખાનાઓની હાલત તો જોવો સરકાર !

દેશની પ્રાથમિક જરૂરિયાત સારા દવાખાના છે સાહેબ. જ્યાં પૂરતા પ્રમાણ માં MRI, XRay, C T scan, ઓક્સિજનની પૂરતી સવલતો હોય જેથી કોઈ આ વસ્તુઓ, મશીનોના અભાવ માં પોતાનો જીવ ના ગુમાવે.
રાજ્યમાં કરોડોની મુર્તિઓ તેમજ ગરીબ માણસ એક સમયે ફ્રી માં બગીચામાં હરીફરી શકતો અને પરિવાર સાથે આનંદ માણી શકતો પણ આજે જનતાને પુછ્યા કર્યા વગર લીધેલા નિર્ણયો જોઈને એ મહાન વિભૂતિયોની પુણ્ય આત્માઓ પણ કહેતી હશે કે “અમારી મૂર્તિઓ બનાવવા કરતા દવાખાના, સ્કુલો, સુંદર બગીચા બનાવો અને એમાં સારી યોગ્ય વ્યવસ્થા ઉભી કરો જેથી કોઈ બાપનો એકનો એક દીકરો ફક્ત મશીનો ના અભાવે જીવન ના ખોવે. જનતા ના પૈસા જનતા ના કામ માં નાખો જેથી જનતાને એનો પુરેપુરો લાભ મળે.

હાલ દેશ ની પ્રાથમિક જરૂરિયાતો સમજે સરકાર તો ઘણું સારું છે, નહીં તો આમજ ગરીબ લાચાર જનતા લુટાતી રહેશે અને પોતાના વહાલસોયા બાળકોને ખોતા રહેશે અને એ પણ ફક્ત આવા મશીનો ના અભાવે જ. આ તસ્વીર જોઈને લાગે છે કે આ કોઈ સરકારી દવાખાના ની તસ્વીર છે જે અત્યંત શરમ જનક વાત છે જેને આપણે સૌએ સ્વીકારવી પડશે.

Share

Related posts

બેંક ઓફ બરોડા સુખસર શાખા માંથી ખેત ધિરાણ મેળવવા લાંબા સમયથી રાહ જોતા ધરતી પુત્રો* લાંબા સમયથી ખેત ધિરાણ માટે ખેડૂતોએ આપેલ ફાઈલોનો વહેલી તકે ન્યાય મેળવવા ખેડૂતોની માંગ

gujaratjanekta

ઝાલોદ કેળવણી મંડળની કારોબારી સભ્ય માટેની ચૂંટણીમા 79.06 % મતદાન યોજાયું

gujaratjanekta

MGVCL ની ઘોર બેદરકારી : ભરચક વિસ્તારમાં કરંટ લાગવાથી પશુનું મોત- જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial