સંકેત પંડ્યા – એડિટર
ગુજરાત સરકારના તાબા હેઠળ ચાલતી પંચમહાલ અને મહિસાગર જિલ્લાની ભાદર નહેર વિતરણ વિભાગ માં ૧૯૮૦ થી રોજમદાર મજૂર તરીકે ફરજ બજાવતા ભગવાનભાઈ મોતીભાઈ બામણીયા ને કોઈ પણ જાતના વ્યાજબી કારણો સિવાય સંસ્થાએ ૧૯૯૮ ના વર્ષમાં નોકરી માંથી ગેરકાયદેસર છૂટા કરેલ તેમજ પાનમ યોજના વર્તુળ ના પાનમ ડેમ ખાતે રાયસીંગભાઇ ભગાભાઈને ૧૯૮૦ માં રોજમદાર તરીકેની ફરજ માં હાજર થયા હતા અને તેઓને પણ સંસ્થાએ કોઈપણ જાતના વ્યાજબી કારણો સિવાય ૧૯૯૯ ના વર્ષમાં ગેરકાયદેસર છૂટા કરી દેતા બંને કામદારોએ ન્યાય મેળવવા ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ ભોઈનો સંપર્ક કરતા ફેડરેશન દ્વારા બંને કામદારોને થયેલા અન્યાય બાબતે સામા વાળા વિરુદ્ધ મજુર કાયદાની કલમ ૧૦(૧),, હેઠળ પડેલા દિવસોના પૂરેપૂરા પગાર સહિત અરજદારોને તેમની મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવા નો વિવાદ મજૂર અદાલત ગોધરા ખાતે દાખલ કરેલ જે વિવાદ ચાલી જતા નામદાર મજૂર અદાલત સમક્ષ ફેડરેશનના એડવોકેટ સીતેશ એ ભોઈ તથા વૈભવ આઈ. ભોઈ કેસના ચુકાદા માં હાજર રહી સંયુક્ત દલીલો કરતા તે બંને કામદારોને પડેલા દિવસોનો પગાર અને નોકરી માં પુનઃ સ્થાપિત કરવાના બદલે ઉચ્ચક વળતર પેટે ભગવાન મોતી બામણીયા ને રૂપિયા ૨ લાખ ૫ હજાર તથા ભગાભાઈ રાસીંગભાઇ બારીયા ને રૂપિયા ૫૫ હજાર રૂપિયા આપવાનો હુકમ કરવામાં આવે પરંતુ બંને કામદારો મજૂર અદાલતના થયેલા હુકમથી નારાજ થઈ ગુજરાત સ્ટેટ લેબલ ફેડરેશન દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એસ સી એ નંબર ૬૪૩૩/૧૯ તથા ૧૬૬૧૨/૨૦ થી દાખલ કરે જે કેસ ચાલી જતા નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા કેસમાં પડેલા પુરાવા આધારિત મજુર અદાલત ગોધરાનો થયેલો હુકમ મોડીફાઇ કરી યાની એ હુકમમાં ફેરફાર કરી બંને કામદારોને તેમની સળંગ નોકરી ગણી ફરજ ઉપર હાજર કરવા નો આખરી આદેશ કરેલ છે તેમજ સરકારશ્રીના મળવાપાત્ર ૧૭/૧૦/૮૮ લાભો આપવાનો હક ઉભો રાખી આદેશની કરતા કામદારોને વર્ષો બાદ નવું જીવત દાન મળેલ છે આ હુકમથી સિંચાઈ વિભાગના કામદારોમાં અને અરજદારોના પરિવારમાં આનંદ છવાયો છે.

