Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદથી થયેલ નુકસાનના જાત નિરીક્ષણ માટે મંત્રીશ્રી રાઘવજી પટેલ જિલ્લાની મુલાકાતે- જાણો વધુ

ગોધરા
પંચમહાલ જિલ્લામા ગત દિવસોમા ભારે વરસાદ નોંધાયો હતો જેમાં જિલ્લાના ચેરાપુંજી ગણાતા જાંબુઘોડા તાલુકામા ભારે વરસાદ નોધાયો હતો. જેના કારણે થયેલ નુકશાનના જાત નિરીક્ષણ માટે રાજયના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના મંત્રીશ્રી રાઘવજી પટેલએ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના અતિવૃષ્ટીગ્રસ્ત ડુમા ગામની મુલાકાત લઈને સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ. મંત્રીશ્રીએ ડુમા ગામની મુલાકાત લઈને ભારે વરસાદથી થયેલ નુકસાન બાબતે અસરગ્રસ્તો સાથે સંવાદ સાધી સરકારશ્રી તરફથી મળતી સહાય બાબતે સબંધિત અધીકારીગણોને સર્વે કરાવી જરૂરી સહાય આપવા જણાવ્યું હતુ.


આ પ્રસંગે મંત્રીશ્રીએ ડુમા ગામની પ્રાથમિક શાળામા ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતુ કે તાજેતરમાં અતિવૃષ્ટિના કારણે આ વિસ્તારમાં થયેલ નુકસાન બાબતે રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે મુલાકાત લેવા આવ્યો છું. જેમા અત્રે થયેલ નુકસાન બાબતે સરકારશ્રી તરફથી તમામ પ્રકારની સહાય ચુકવવામા આવશે. વધુમા તેમણે કહ્યુ કે ખેતીવાડી નુકસાન, જમીન ધોવાણ, જાનમાલને નુકસાન, માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, મકાન પડી જવું વગેરે બાબતોમા સરકારશ્રી તરફથી તમામ પ્રકારની મદદ કરવામાં આવશે.
મંત્રીશ્રી જણાવ્યું કે સરકારશ્રી આ વિસ્તારમાં સતત સક્રિય થઈ બચાવ અને રાહતની કામગીરી સમયસર કરવામાં આવી છે. તેમણે વહીવટી તંત્રએ સર્તકતા દાખવી મુશ્કેલીના સમયે આ વિસ્તારમા કરેલ ત્વરિત કામગીરીની સરાહના કરી હતી.


આ મુલાકાત સમયે મંત્રીશ્રીએ ડુમા ગામના ખેડુત શારદાબેન નાયકના ખેતરની મુલાકાત લઈને જમીન ધોવાણ બાબતે સ્થળ નિરીક્ષણ કરી સબંધીત અધીકારીશ્રીઓને જરુરી સલાહ સુચનો સાથે માર્ગદર્શિત કર્યા હતા.
મંત્રીશ્રીની મુલાકાત વેળાએ જિલ્લા કલેક્ટર શ્રી સુજલ મયાત્રા, પ્રાંત અધીકારીશ્રી, પદાધિકારીશ્રીઓ તેમજ વિવિધ વિભાગના સંબધિત અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ઝાલોદ પોલિસ સિંઘમ ભૂમિકામા : પીકઅપ ગાડી સાથે 5,29,878 નો વિદેશી દારૂ ઝડપ્યો

gujaratjanekta

પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું!!

gujaratjanekta

ઝાલોદ હિન્દુ સમાજ દ્વારા તુલસી દિવસની ઉજવણી કરવામાં આવીહનુમાન ચાલીસાના પાઠનું પઠન પણ કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial