Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news Other ગુજરાત ન્યૂઝ

“કરછી ગુર્જર લુહાર સમાજ માંડવી સંચાલિત શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ દ્વારા 21મો ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો”.

કરછી ગુર્જર લુહાર સમાજ માંડવી સંચાલિત
શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ દ્વારા આયોજિત 21મો ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો.
આ પ્રસંગે માંડવી લુહાર સમાજના નાના ભૂલકાઓથી લઇ અને કોલેજ સુધીના તમામ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા બાળકોને સન્માનમાં શિક્ષણીક કીટ આપવામાં આવી હતી.અને સંપૂર્ણ કીટના દાતા . ડો ફોરમ બેન અરવિંદભાઈ આશોડીયા રહ્યા હતા.
તેમજ કચ્છ જિલ્લામાં રહેતા લુહાર સમાજના દીકરા દીકરીઓ કે જેમણે વર્ષ 2024/25 માંવિશેષ ઉપલબ્ધિ મેળવી એમને પણ શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ માંડવી કચ્છ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા 
તેમજ કચ્છ જિલ્લામાં માંથી લુહાર સમાજ ના મુખ્ય કારોબારી,યુવક મંડળ અને મહિલા મંડળ અને લુહાર સમાજ માં જેમણે રાજકીય ક્ષેત્રે પ્રસિદ્ધિ મેળવી છે તે અતિથિઓ શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ ના આમંત્રણ ને માન આપી કાર્યક્રમ ની શોભા વધારી હતી.એમનું પણ શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ માંડવી કચ્છ દ્વારા શાલ અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ 
કાર્યક્રમ ની શુભ શરૂઆત સમાજ ના અગ્રણી ઓ અને મુખ્ય દાતા શ્રી દ્વારા દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી ત્યાર બાદ મુર્તિ નિર્મલ કુમાર આસોડિયા દ્વારા સ્વાગત ગીત થી મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
 કચ્છી ગુર્જર લુહાર સમાજ માંડવી પ્રમુખ એવમ વિશ્વહિન્દુ પરિષદ અધ્યક્ષ અજયભાઈ આસોડિયા એ શિક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ મેળવી જ્યારે મોકો મળે ત્યારે સમાજ નું ઋણ ચુકવવું જોઈએ તેમજ ધર્મ નું ઋણ ચૂકવવા સમાજ હિન્દુ સંગઠનો થી જોડાય એવું આહવાન પણ કર્યું હતું.
શ્રી કચ્છી ગુર્જર લુહાર સમાજ માંડવી ના નિર્મલ કુમાર આસોડિયા જે પશ્ચિમ કચ્છ વિશ્વહિન્દુ પરિષદ સહમંત્રી એ સમાજ એક બને હિન્દુ એકતા જળવાઈ રહે એવું આહવાન કર્યુ હતુ 
શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ ના પ્રમુખ સુમિત ભાઈ ઉમરાણીયા એ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ ઉપપ્રમુખ અંકિત ભાઇ ઉમરાણીયા એ બાળકો ને શિક્ષણ. પ્રત્યે મહેનત કરવી અને મોબાઈલ થી બાળકો દુર રહે એવું આહવાન કર્યુ હતું. ત્યાર બાદ સાહિલભાઈ ઉમરાણીયા એ આભાર વિધિ કરવામાં આવી હતી. ત્યાર બાદ સ્વરૂચી ભોજન લઇ અને છૂટા પડ્યા હતા.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી કચ્છી ગુર્જર લુહાર સમાજ માંડવી કચ્છ નો ખુબ સરસ સાથ સહકાર રહ્યો હતો શ્રી વિશ્ર્વકર્મા લુહાર યુવક મંડળ માંડવી ના પ્રમુખ સુમિત ભાઈ ઉમરાણીયા, ઉપપ્રમુખ અંકિત ભાઈ ઉમરાણીયા, મોહિત ભાઈ મારૂ,મંત્રી સાહિલ ભાઈ ઉમરાણીયા,ખજાનચી દીપ ભાઈ આસોડિયા તેમજ યુવક મંડળ ના તમામ સભ્યો એ ખુબ મહેનત કરી હતી આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી કચ્છી ગુર્જર લુહાર સમાજ માંડવી કચ્છ ના નિર્મલ કુમાર આસોડિયા અને શ્રી વિશ્ર્વકર્મા લુહાર યુવક મંડળના ઉપપ્રમુખ અંકિત ભાઈ ઉમરાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
Share

Related posts

ગુજરાત હાઇકોર્ટ દ્વારા પાટણ કોર્ટમાં લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સેલની કચેરીનો પ્રારંભ

Admin

ઝાલોદ એ.પી.એમ.સી ખાતે ભાજપનું સક્રિય કાર્યકર્તા સંમેલન ધારાસભ્ય મહેશ ભૂરીયાની ઉપસ્થિતિમાં યોજાયું

gujaratjanekta

ઝાલોદ સોમનાથ મંદિર આયોજિત કેદારનાથ થી સોમનાથ મહાદેવ મંદિર સુધી ભવ્ય કાવડયાત્રા યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial