Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ઝાલોદ નગરના નાના ફેરિયાઓ અને હાથલારી પર વ્યાપાર કરતા વ્યાપારી દબાણ હટાવ ઝુંબેશનો ભોગ બનતા વહીવટી તંત્રને ન્યાય માટે અરજી કરી

પંકજ પંડિત

ત્રણ ચાર દિવસથી પથારી કરતા નાના વ્યાપારીને વ્યાપાર કરવા ન મળતાં મહિલાઓ સહિત નાના દુકાનદારોએ તંત્ર પર રોષ ઠાલવ્યો

ઝાલોદ નગરમાં છેલ્લા ચાર દિવસથી ટ્રાફિક સમસ્યા હલ કરવાના આશયથી પોલિસ તંત્ર દ્વારા નગરપાલિકાને સાથે રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનની ખુલ્લી જમીન પર વ્યાપારીઓ તેમજ દુકાનો પર મોટા પતરાના શેડ બનાવેલ વ્યાપારીઓના દબાણ દુર કરવામાં આવેલ હતા. ત્રણ ચાર દિવસથી નગરમાં હાથલારી કરી વ્યાપાર કરતા વ્યાપારીઓને વ્યાપાર કરવા ન મળતાં તેમની રોજગારી છીનવાઈ ગઈ હોય તેવું લાગતા સર્વ પથારા વાળા અને હાથલારી પર વ્યાપાર કરતા વ્યાપારીઓ આજ રોજ તારીખ 25-09-2023 ના રોજ તંત્ર પાસે રજૂઆત કરવા મોટા પ્રમાણમાં વ્યાપારી વર્ગના પુરુષો અને મહિલાઓ પહોંચી ગયેલ હતા.
નગરપાલિકા, પ્રાંત કચેરી, પોલિસ તંત્ર, દાહોદ પોલિસ અધિક્ષક અને દાહોદ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા તમામ નાના વ્યાપારીઓ માટે સરકારી રાહે યોગ્ય રસ્તો કરશે તેવું કહ્યું હતું. ત્યારબાદ પ્રાંત કચેરી અને પોલિસ તંત્રને પણ આવેદનપત્ર આપી મૌખિક રજુઆત કરવામાં આવી હતી. પી.એસ.આઇ રાઠવા દ્વારા ટ્રાફિક નિયમનને નડતર નહીં થાય તે રીતે નગરપાલિકાના સૂચન પ્રમાણે કામગીરી કરશે તેવું ઉપસ્થિત સહુ વ્યાપારી લોકોને કહ્યું હતું. ભાજપ શહેર પ્રમુખ દિનેશ પંચાલ અને ભાજપના ઉપસ્થિત કાર્યકર્તાઓને પણ આવેદનપત્ર આપતા તેઓએ તમામ નાના વ્યાપારીઓનું હિત જળવાય તે રીતે તંત્ર સાથે વાતચીત કરી રસ્તો કરવા આશ્વાસન આપ્યું હતું.
તમામ નાના ફેરિયાઓ તેમજ હાથલારી કરતા વ્યાપારીઓને વ્યાપાર કરવા ન મળતાં તંત્ર પર ફિટકાર વરસાવતા જોવા મળતા હતા તેમજ ખૂબ જ આક્રમક રીતે આ લડાઈ લડવા તૈયાર હોય તેમ લાગતું હતું. સરકાર ગરીબ, નાના પથારા વાળાને, હાથલારી પર વ્યાપાર કરતા લોકોને લોન આપે છે અને રોજગારી વધારવા પ્રયત્ન કરે છે જ્યારે ઝાલોદ નગરનું વહીવટી તંત્ર રોજ કમાતા નાના વ્યાપારીઓની રોજગારી છીનવી રહી છે તો આવા ભોગ બનેલ વ્યાપારીઓના રોજના ખર્ચ ,લોનના હપ્તા કેવી રીતે ભરશે તેવા આક્ષેપો સાથે નગરના વહીવટી તંત્રને આવેદનપત્ર આપી નાના વ્યાપારીઓનું હિત સચવાય તેવી માંગણી કરવામાં આવેલ હતી.

Share

Related posts

ઝાલોદ બસ સ્ટેશનમા બિન્દાસ ચોરી કરતા પાકીટમારો : કેમેરા કવરેજ થી દૂર હોવાથી ચોરો બિન્દાસ

gujaratjanekta

ખેતરમાં માસુમ બાળક પર પત્થરના ઘા કરી હત્યા કરાઈ – જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ નગરમાં ડબગર સમાજ દ્વારા વસંતપંચમી ઉત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial