મેહફુઝ હસન – ગોધરા.
પ્રાપ્ગુત માહિતી અનુસાર ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીનો સુરજ ધીરે – ધીરે મધ્યમાં તપવા લાગ્યો છે ત્યારે રાજ્યમાં દરેક રાજકીય પક્ષો પોતાના કાર્યકરો સાથે સંવાદ થકી મજબુત સાંકળ બનાવી રહ્યા છે ત્યારે ગત રોજ અમદાવાદ ખાતે ઠાકોર હોલમાં ગુજરાત કોંગ્રેસ માયનોરેટી દ્વારા કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત કાર્યકારી પ્રમુખોનું સ્વાગત કરવામાં આવ્યું. જેમાં રાજ્યના વિવિધ જીલ્લાઓ માંથી કાર્યકરો ઉમટી પડ્યા હતા.
ગુજરાત કોંગ્રેસમાં મર્હુમ એહમદ પટેલ પછી પ્રથમ વખત કાર્યકારી પ્રમુખ તરીકે કદીર પીરજાદાને સ્થાન આપવામાં આવતા રાજ્યના મુસ્લિમોમાં ઉમળકાભેર જોશ આવી ગયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, જાવેદ પીરજાદા, હિમ્મતસિંહ પટેલ જીગ્નેશ મેવાણી સહિત અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં પંચમહાલના યુવાનેતાઓ એ હાજરી આપી હતી જેમા રાજ્ય કોંગ્રેસના મંત્રી રફીક તીજોરીવાલા, ગોધરા શહેર પ્રમુખ સીદ્દીક ચલાલી, પંચમહાલ માયનોરેટી ચેરમેન ઈમ્તિયાઝ સુજેલા, દાહોદ માયનોરેટીના ચેરમેન આસીફ સૈયદ, શહેરાના યુવાનેતા સાજીદ વલી અને ગોધરાના જોશીલા અને યુવા નેતૃત્વની પરિભાષા બદલનાર એવા અનસ અંધીએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએ લધુમતિના રાજકીય અસ્તિત્વ પર પણ વાત થઈ હતી અને આ બાબતે અમદાવાદ દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિત નવનિયુક્ત કાર્યકારી પ્રમુખ કદીર પીરજાદાએ ભાર મુક્યો હતો જેના જવાબમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે માયનોરેટી માટે રાજીવ ભવન કાર્યક્રમના દરવાજા ૨૪ કલાક માટે ખુલ્લા છે એવુ કહ્યુ હતુ. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય માયનોરેટી ચેરમેન વજીરખાન પઠાણ દ્વારા કરવામાં આવ્યો હતો જેમા રાજયભર માંથી માયનોરેટીના કાર્યકરો હાજર રહી આવનાર વિધાનસભાને લક્ષી તૈયારીઓ અને વર્તમાન સ્થિતીઓ પર વાત કરવામાં આવી હતી.

