Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

નિષ્ફળ નગરપાલિકાનો વહીવટ ! : રસ્તા ઉપર ખાડા અને વરસાદી પાણી ભરાયા-જાણો વધુ

સાહીલ શેખ – પત્રકાર

સંતરામપુર નગરમાં તંત્ર દ્વારા કામગીરી હાથ નહી ધરાતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સંતરામપુર નગરમાં વરસાદે જોરદાર બેટિંગ કર્યો બાદ નગરના વિવિધ રસ્તાઓ પર ખાડા પડી ગયા છે અને તે પૂરવાની જવાબદારી સ્થાનિક ચુંટાયેલા જન સેવકની અને પાલિકાની છે પણ પોતાની ફરજ નહી સમજીને નગરની તસવીરો રોજ જોઇને ખુશ થાય છે તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે.

સંતરામપુરની ગોધરા ભાગોળ બેંક ઓફ બરોડા ની સામે રોડ ઉપર જ ખાડાઓ અને પાણી ભરાઈ રહ્યા છે પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરાતી નથી. આ જ રીતે નગરના અન્ય વિસ્તારોમાં પણ પરિસ્થિતિ સર્જાઇ રહેલી છે આવી પરિસ્થિતિમાં વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે. કેટલીક વખત મોટા મોટા ખાડા હોવાના કારણે અકસ્માતો પણ સર્જાતા હોય છે

પ્રતાપપુરાના કે. એચ. મહેતા હાઇસ્કુલના 200 ઉપરાંત વિદ્યાર્થીઓ હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા આવતા હોય છે પરંતુ આ સ્થળ ઉપર ઢીંચણ બરાબર પાણી ભરાઈ જવાના કારણે વિધ્યાર્થીઓ ને હાલાકી પડી રહી છે. નગરના અલગ અલગ વિસ્તારોમાં ખાડા પડી જવાના કારણે નાગરિકોની મુશ્કેલી વધી રહી છે પરંતુ નગરપાલિકાના નિષ્ફળ વહીવટીના કારણે નાગરિકોની મુશ્કેલી વધી છે !! નગરપાલિકા કે કોઈ સરકારી તંત્ર તરફથી કામગીરી નગરમાં કરવામાં આવતી નથી. આ જ વિસ્તારમાં રાજ્ય કક્ષાના મંત્રી અને મહીસાગર જિલ્લાના પ્રમુખ પણ અહીંયાથી રોજ પસાર થાય છે તેમ છતાં રસ્તાની મરામત કરવામાં જરાય રસ જોવાતો નથી ત્યારે નગરના લોકો હવે વિચારમાં પડી ગયા છે કે કોને કરવી ફરિયાદ ?

Share

Related posts

ઝાલોદ તાલુકાના વરોડ મુકામે સોમેશ્વર મહાદેવ મંદિરમાં અંદાજીત 5,50,000 ની ચોરીની ઘટના : ચોરી કરનાર અજાણ્યા ચોરો પલાયન

gujaratjanekta

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: 9 વાગ્યા સુધીમાં 4.92 ટકા મતદાન થયું; પીએમ મોદીએ ટ્વિટ કરીને લોકોને વોટ કરવા અપીલ કરી

Admin

ગુજરાતમાં નવી સરકારે 4 IASને અગ્ર સિચવ તરીકે, 9ને સિલેક્શન ગ્રેડમાં બઢતી આપવાનો ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીએ નિર્ણય લીધો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial