Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા ભામૈયા એફ.સી.આઈ ગોડાઉન પાછળ આવેલ ખુલ્લી જગ્યામાથી વિદેશી દારૂ ની પેટીઓ સાથે એક ઈસમ ને દબોચતી ગોધરા બી ડીવીઝન પોલીસ

રિપોર્ટર:-મેહફુઝ હસન ગોધરા
અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી

પંચમહાલ ગોધરા રેન્જ ના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા તથા પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાઓ તરફથી જિલ્લમાં પ્રોહી/જુગારની અસામાજિક પ્રવુતિ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના મળેલ જે આધારે નાયબ પોલીસ અધિક્ષક સી.સી.ખટાણા ગોધરા વિભાગ તથા ગોધરા બી.ડીવીઝન પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે.અસોડા નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઈન્સ.એ.જે.તડવી નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ભામૈયા એફ.સી.આઈ ગોડાઉનની પાછળ વાંસાપુર જવાના રોડની બાજુમા આવેલ ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂ હાલ ઉતરેલ છે.અને સગેવગે કરવાની તૈયારી મા છે તેવી ચોક્કસ બાતમી પો.સબ.ઈન્સ.એ.જે તડવી નાઓ ડીસ્ટાફના પોલીસ માણસો સદર જગ્યા એ રેડ કરતા આરોપી સાગરભાઈ સુભાષભાઈ ચૌહાણ નાઓના કબ્જામાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ જેમાં પ્લાસ્ટિકના ક્વાટરીયા પેટીઓ નંગ-૧૫ જેમાં ક્વાટરીયા નંગ-૭૫૦ કુલ કિ.રૂ.૭૮૭૫૦/-તથા રોકડા રૂ.૫૫૦ તથા મોબાઈલ ફોન નંગ-૦૨ જેની કિ.રૂ.૫૫૦૦/-મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૮૪.૮૦૦/-નો કબજે લઈ આરોપીઓ(૧)સાગરભાઈ સુભાષભાઈ ચૌહાણ તથા(૨)સંજયભાઈ ઉર્ફે ભલીયો વસરામભાઈ પરમાર નાઓ વિરુદ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

Share

Related posts

ફતેપુરા તાલુકાની મોડેલ સ્કૂલ વાંગડ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને અપાયું આરોગ્ય શિક્ષણ

gujaratjanekta

અમૃતમ યોજના માટે બોન્ડ: વડોદરા મનપાના વિવિધ પ્રોજેક્ટોમાં હિસ્સો આપવા માટે 100 કરોડના બોન્ડ બહાર પાડવા સેબીની મંજૂરી, ખાનગી અને સરકારી કંપનીઓ રોકાણ કરશે

Admin

IPLમાં જાણો કોની કેટલી બોલી બોલાઈ રહી છે, મોંઘા ખેલાડી તરીકે કોને તોડ્યો રેકોર્ડ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial