Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના સુખસર અને બલૈયા ક્રોસિંગ ગામે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ અધિકારી દ્વારા જ્યુસ સેન્ટરો પાણી પુરી સેન્ટર ઉપર તપાસ હાથ ધરવામાં આવી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા પછી સુખસર અને બલૈયા ક્રોસિંગ ગામે તપાસ હાથ ધરવામાં આવી આજરોજ તારીખ ૦૪/૦૪/૨૦૨૫ શુક્રવારના રોજ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દાહોદ ના અધિકારીઓ દ્વારા પોલીસ તેમજ અરજદાર ભીલપ્રદેશ મુક્તિ મોરચા ફતેપુરા તાલુકાના પ્રમુખ મેહુલકુમાર તાવીયાડ તેમજ ભારત આદિવાસી પાર્ટી ફતેપુરા તાલુકાના કાર્યકરો ને સાથે રાખી ફતેપુરા તાલુકાના સુખસર તેમજ બલૈયા ક્રોસિંગ ખાતે બજારોમાં પરવાનગી લીધા વગર ગેરકાયદેસર ચાલતા કેરીના જ્યુસ સેન્ટરો,પાણી પૂરી સેન્ટરો અને આઈસ ક્રીમ સેન્ટરો પર તપાસ કરતા બિન આરોગ્યપ્રદ જ્યુસ, ફૂડ કલર મળી આવેલ તેમજ તમામ જ્યુસ સેન્ટરો,પાણી પૂરી સેન્ટરો તેમજ આઇસ્ક્રીમ સેન્ટરો   ચલાવનાર બીજા રાજ્યના યુપી, બિહાર, મધ્ય પ્રદેશ,રાજસ્થાનના જણાઈ આવતા તેમની પાસે જ્યુસ સેન્ટર, પાણીપુરી તેમજ આઇસક્રીમ સેન્ટરો ચલાવવાનું  લાઇસન્સ, ભાડા કરાર, પંચાયતમાં નોંધણી તેમજ પોલીસ સ્ટેશનનું રજીસ્ટ્રેશન માંગતા એક પણ પુરાવા મળી આવેલ નથી જેથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી નિલેશભાઈ રાઠવા,સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી બિન આરોગ્યપ્રદ કેરીનોજ્યુસ,બગડેલી કેરીઓ,ફૂડ કલર એસેન્સ ના ૧૦ જેટલા સેમ્પલ લઇ તેનો નાશ કરી તાત્કાલિક જ્યુસ, પાણીપુરી તેમજ આઈસ્ક્રીમના તમામ સેન્ટરો બંધ કરવામાં આવ્યા…

Share

Related posts

રાજકોટની એક હોટલમાંથી દેહવ્યાપાર કરતી મહિલાઓ પકડાઈ: આસપાસ રહેતી મહિલાઓએ કરી હતી પોલીસમાં જાણ

Admin

દાહોદના સ્ટેશન રોડ ઉપર નશામા ધુત અસ્થિર મગજના યૂવકે હોબાળો મચાવ્યો આવતા જતા લોકોને હેરાન પરેશાન કરતાં પોલીસ મથકે લઈ જવાયો હતો

Admin

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જુની પેન્શન યોજના ફરી ચાલુ કરાવવા મુખ્યમંત્રી સાથે મુલાકાતે – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial