Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

નવરચના શાળા ગોધરામાં બાલ સંસદ કમિટી કાર્યક્ર્મ સફળતાપૂર્વક સંપન્ન 

રિપોર્ટર:-મેહફુઝ હસન ગોધરા

અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી

 

નવરચના પ્રાથમિક શાળા ગોધરામાં ધોરણ – 5 થી 8 ના વર્ગોની વર્ગ નેતાની ચૂંટણીનું આયોજન આજ રોજની યુનિક ગણી શકાય એવી તારીખ – 18/07/2022 ના રોજ કરવામાં આવ્યું હતું. બાલ સંસદ કમિટીની સ્થાપના અને વર્ગનેતાની ચૂંટણીમાં શાળનાં 130 બાળકોએ ઉમેદવારી નોંધાવેલ હતી. અલગ અલગ ઓરડામાં બૂથ પર મતદારોએ ઉત્સાહપૂર્વક 82% મતદાન થયું હતું. આજ રોજ મતદાન ગણતરી પછી કુલ 26 ઉમેદવાર વિવિધ વર્ગોમાં વિજેતા જાહેર કરવામાં આવેલ છે.

ધોરણ – 5 થી 8 માં પ્રથમ વિજેતા તરીકે મોહમ્મ્દ ઢેસલી,ઉમેઝા મન્સુરી.મો અયાન બિદાની, આયશા શિકારી,અકીલ જરદા,આયશા હઠીલા,મો કૈફ અરબ,આયશા મન્સુરી (આર.ટી.ઓ.વાળા),વાહીદ પાડા,ખુશ્બુ ધોબી,મુ.અયાન પઠાણ,આયશા મદારી,મુહમ્મ્દ દોલા,મરયમ પટેલ,અરશદ મન્સુરી,મરયમબીબી સૈયદ,રેહાન દુરવેશ, નીદાફાતેમા શેખ,સાદ વાઢેલ,રેહાન જુજારા,ફાતેમા ભોલ,મો ફૈઝ મન્સુરી,મરયમ રેન્જર,રેહાન મન્સુરી,ફહીમા પટેલ,અયાજ પીરજાદા અને ઇશરત મલેક જાહેર થયેલ છે.

ચૂંટણી નિરીક્ષક તરીકે શાળાના સુપરવાઇઝર મો જૂનેદ મન્સૂરી, ચૂંટણી સંચાલક તરીકે જાવેદભાઈ જુજારા, સહી અને યાદી માટે મોહસીનભાઈ ભાઈજમાલ મત ગણતરી અધિકારી તરીકે શાળાના શિક્ષકો સરોજબેન પરમાર,રંજનબેન સોલંકી,આસિયા રેંજર.સુફિયાન કાલુ, સદફબેન મન્સુરી, ડીમ્પલબેન પટેલ, હેતલબેન રાણા,હેમાંગીબેન ચાંપાનેરી,સુષમાબેન કૃચિયન,બાબુભાઈ વરીયા,ઉસમાનભાઈ અરબ,ઇમરાનભાઈ પોલા, અને સુરેશકુમાર સોલંકીએ સેવા આપી હતી.
સંસ્થાના ચેરમેનશ્રી ડો સરવર જે વલી,સેક્રેટરી મકબુલ હુસેન વકીલ,ખજાનચી અબ્બાસીભાઈ વલી,સંસ્થાના વહીવટદારશ્રી શ્રીવાસ્તવ સર અને શાળાના આચાર્યા જબીનબેન કાઝી અને આચાર્ય ફિરોઝખાન પઠાણ,સુપરવાઈઝર જુનેદભાઈ મન્સુરી અને શિક્ષક મિત્રી દ્વારા તમામ વિજેતા મિત્રોને અભિનંદન પાઠવેલ છે. અને સમગ્ર શાળામાં સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર મન્સુરી અરશદ જાવેદ,ધોબી ખુશ્બુ સિરાજભાઈ અને મદારી આયશા આરીફને પણ વિશેષ અભિનંદન આપેલ છે.

Share

Related posts

ધાનપુર તાલુકાના ઘડા ગામે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

સિહોરના ખાંભા ગામે કાકાજી સસરા – જમાઈ કોઈ બાબતે ઝઘડો જામ્યો

gujaratjanekta

ચાકલીયા પોલીસે 60,480 ના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial