કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રાલયે હવે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવાના નિયમોમાં અમુક ફેરફાર કર્યા છે. ટૂ વ્હીલર અથવા ફોર વ્હીલ ચલાવનારા ડ્રાઈવરો હવે પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટે RTO ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી.
શું છે નવો નિયમ
કેન્દ્ર સરકારે સામાન્ય માણસને રાહત આપતા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવાના નવા નિયમો બનાવ્યા છે. નવા નિયમ અનુસાર હવે ડ્રાઈવિંગ ટેસ્ટ ફરજિયાત નથી. નવા નિયમ 1 જૂલાઈ 2022થી લાગૂ કરવામાં આવ્યા છે.
લાંબી લાઈનોમાંથી છૂટકારો મળશે
હવે લોકો આરટીઓ જવાથી અને પોતાના ડીએલ બનાવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી. આ કામ હવે રાજ્ય પરિવહન પ્રાધિકરણ અથવા કેન્દ્ર સરકાર દ્વારા ચલાવામાં આવેલા ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેંટર દ્વારા કરી આપવામાં આવશે. સરકારે માન્યતા પ્રાપ્ત ડ્રાઈવર ટ્રેનિંગ સેન્ટરને ડ્રાઈવિંગ લાયસન્સ માટે ટેસ્ટ લેવાનો અધિકાર આપી દીધો છે.
આવી રહેશે પ્રોસેસ
આપને જણાવી દઈએ કે, ડીએલ માટે અરજી કરનારા લોકો આમાંથી કોઈ પણ ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં પોતાનું નામાંકન કરાવાનું રહેશે અને તેના દ્વારા આયોજીત ટેસ્ટ પાસ કરવી જરૂરી છે. ટેસ્ટ ક્લિયર કર્યા બાદ કેન્દ્ર એક સર્ટિફિકેટ આપશે. આ સર્ટિફિકેટ મળ્યા બાદ ઉમેદવાર ડ્રાઈવિંગ લાયસન્સ માટે અરજી કરી શકશે. જે આરટીઓમાં કોઈ ટેસ્ટની ટ્રેનિંગ માટેનુ સર્ટિફિકેટના આધાર પર મળશે.
આવી રીતે થશે ટેસ્ટ
આપને જણાવી દઈએ કે, ટ્રેનિંગ સેન્ટર સિમુલેટરથી લેસ હશે અને તેમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક હશે. આ કેન્દ્ર હળવા મોટર વાહનો અને મધ્યમ તથા ભારે વાહનો માટે ટ્રેનિંગ આપી શકે છે. એલએમવી માટે ટ્રેનિંગના કુલ સમય 29 કલાક છે. જેને ચાર અઠવાડીયામાં પુરો કરવાનો હોય છે.
ઉલ્લેખનીય છે કે સરકારના આ નિર્ણયને લીધે લોકોને મોટી રાહત થશે. લોકોને લાઈનમાં ઉભા રહેવાથી છૂૂટકારો મળશે. જેના લીધે લોકો તેમના જરૂરી કામ કરી શકશે. લોકોને આ નિર્ણયથી મોટી રાહત મળશે.

