Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા તાલુકાના ગોઠડા ગામે આવેલ સરસ્વતી બિલ્ડકોન ક્વોરીમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ભરેલ ટેન્કર પકડી પાડતી પંચમહાલ ગોધરા એસ.ઓ.જી પોલીસ

રિપોર્ટર:-મેહફુઝ હસન ગોધરા
અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી

નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ. ભરાડા તથા પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાઓએ ગેરકાયદેસ રીતે મોટા ઉદ્યોગો તથા મોટા વાહનોમાં ઇંઘણ તરીકે વપરાતા ક્રુડ પ્રવાહી પકડી પાડવા વધુમાં વધુ પ્રયત્નો કરવા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ખાંટ એસ.ઓ.જી. શાખા નાઓને બાતમી મળેલ કે ગોધરા તાલુકાની ગોઠડા ગામની સીમમા આવેલ સરસ્વતી બિલ્ડકોન ક્વોરીમાં એક ટેન્કર નં . GJ – 09 – V – 0722 ની ટાંકીઓમા શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ભરેલો છે .જે બાતમી આધારે પો.ઇન્સ.એમ.કે ખાંટ તથા પો.સબ.ઈન્સ.ડી.એમ. મછાર તથા પોલીસ સ્ટાફના માણસો તથા મામલતદાર ગોધરા ગ્રામ્ય નાઓને સાથે રાખી ગોઠડા ગામની સીમમા આવેલ સરસ્વતી બિલ્ડકોન ક્વોરીમાં જઈ તપાસ કરતા એક ટેન્કર નં . GJ – 09 V – 0722 નુ ઉભેલ હતુ જેને ચેક કરતા આશરે ૬૬૦૦ લીટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી મળી આવેલ જેની કુલ કિ.રૂા .૪,૬૮,૬૦૦ ગણી તથા ટેન્કરની કિ.રૂા .૫,૦૦,૦૦૦ / – ની ગણી કુલ મુદ્દામાલ કિ.રૂા .૯,૬૮,૬૦૦ / – નો CRPC કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી કાંકણપુર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

Share

Related posts

દિવાળી પર ઉદ્યોગ સાહસિકોને મોદી સરકારની મોટી ભેટ :જાણો કઈ સ્કીમમાં હવે ડબલ ફાયદો!

gujaratjanekta

ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબરે મહેસુલ વિભાગ !! : અમિત ચાવડા

gujaratjanekta

ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણીમા ગ્રામજનોના આક્ષેપ : નાણાપંચ હેઠળ ગામમાં વ્યાપક ગેરરીતિ થઈઆપ પાર્ટી પ્રમુખ અનિલ ગરાસીયા સહિત ગ્રામજનો દ્વારા તપાસ કરવા માંગ કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial