Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ શબરી આશ્રમ રોડ પર એસ.ટી બસ અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત : મહિલાને ગંભીર ઇજા

પંકજ પંટિત

ઝાલોદ નગરના બિયામાળી શબરી આશ્રમની સામે રીક્ષા ચાલક GJ-20-V-1170 બેફિકરાઈ રીતે ચલાવી લાવી દાહોદ તરફથી આવતી એસ.ટી બસ GJ-18-Z-6149 દાહોદ-ફતેપુરા રાઇટ સાઈડ ચાલતી હતી તેવામાં એક રીક્ષા ચાલકે કંડક્ટર સાઈડ બસની સાઈડ બાજુ આવી ભટકાઈ ગયેલ હતી. રિક્ષામાં બેસેલ મહિલાને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ હતી. મહિલાને વધુ ગંભીર ઇજા હોવાથી હાજર ડોક્ટર દ્વારા બીજા હોસ્પિટલમાં લઈ જવા સલાહ આપતા અકસ્માત થયેલ મહિલાને પ્રાઇવેટ હોસ્પીટલમાં લઈ જવામાં આવેલ હતા અને ત્યાં મહિલાની સારવાર કરવામાં આવી રહેલ છે. બસ ડ્રાઇવર દ્વારા અજાણ્યા રીક્ષા ચાલક ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે તેને આધારે ઝાલોદ પોલિસ દ્વારા તપાસ કરવામાં આવી રહેલ છે.

Share

Related posts

“નેશનલ સ્પોર્ટસ ડે” નિમિત્તે રમતજગતના કેટલાક મહત્વના યાદગાર પ્રસંગોથી અવગત કરાવતા સ્પોર્ટસ જર્નાલિસ્ટ પ્રદિપ ત્રિવેદી

gujaratjanekta

ગોધરા તાલુકાના ગોઠડા ગામે આવેલ સરસ્વતી બિલ્ડકોન ક્વોરીમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ભરેલ ટેન્કર પકડી પાડતી પંચમહાલ ગોધરા એસ.ઓ.જી પોલીસ

gujaratjanekta

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગોધરા નગરનો પરિવાર મિલન કુટુંબ પ્રબોધન પ્રોગ્રામ યોજાયો 

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial