Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મંત્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં મોરા પ્રા. શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો

પ્રણવ શુકલ – પત્રકાર

મોરા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમમાં રાજયકક્ષાના મંત્રી નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતીમાં શુભારંભ કરાવ્યો હતો.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ કાર્યક્રમની ઉજવણી સમગ્ર ગુજરાત રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં તા.૨૩ જૂનથી તા.૨૫ જૂન સુધી યોજવાનું આયોજન થયેલ હતું. ત્યારે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાની વિવિધ શાળાઓમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તા.૨૫ જૂનના રોજ મોરા ગામની ત્રણ શાળાઓનો પ્રવેશોત્સવ કાર્યક્રમ રાજ્યકક્ષાના મંત્રી, આદિજાતિ વિકાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ તબીબી શિક્ષણના નિમિષાબેન સુથારના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મોરા પ્રાથમિક શાળાના ગુજરાતી માધ્યમના ૬૬ બાળકો અને અંગ્રેજી માધ્યમના ૧૫ બાળકોને મંત્રી નિમિષાબેન સુથાર અને તેમની સાથે જોડાયેલ અન્ય મંચસ્થ મહાનુભાવો દ્વારા બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. આ ઉપરાંત મોરી પણદા ફળીયા વર્ગ મોરા પ્રાથમિક શાળનાં ૩૩ બાળકોને પ્રવેશ અપાયો હતો. મોરા ખાતેના આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી હતી. આ કાર્યક્રમમાં આંગણવાડીના બાળકોને પણ પ્રવેશ અપાયો હતો. કાર્યક્રમ દરમ્યાન મંત્રી નિમિષાબેન સુથારે પોતાનું સંબોધન પોતાની હળવી શૈલી અને બાળકો સાથે બાળમય બોલીમાં કર્યુ હતું. મંત્રી દ્વારા વિશેષ વાત એ કરવામાં આવી કે શિક્ષકે બાળકને શિક્ષણ આપતી વખતે ઝીણી ઝીણી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તેમજ આ ત્રણેય શાળાઓ ના શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.સાથોસાથ મોરા પ્રાથમિક શાળાના આચાર્ય શેખ નિસારભાઈને અને અંગ્રેજી માધ્યમ મોરા પ્રાથમિક શાળનાં આચાર્ય મહેન્દ્રભાઈને તેમજ મોરી પણદા ફળીયા વર્ગના આચાર્ય રમેશભાઈ પંડ્યાને કાર્યક્રમની સફળતાનાં અભિનંદન પાઠવ્યા હતા. જીતેન્દ્રભાઈ દ્વારા શાળાઓ સાથે યોગ્ય સંકલન કરીને આ કાર્યક્રમ સફળ કરવા બદલ મંત્રી નિમિષાબેન સુથાર દ્વારા બી.આર.સી.કો. ઓર્ડીનેટર જીતેન્દ્રભાઈને અભિનંદન પાઠવ્યા હતા. મોરા ગ્રામ પંચાયતના સરપંચ પીન્ટુભાઇ અને અન્ય ગ્રામજનોએ આ કાર્યક્રમને સફળ બનાવમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવી હતી તેઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. બી.આર.સી.કો.ઓર્ડીનેટર દ્વારા જણાવેલ માહિતી મુજબ મોરવા હડફ તાલુકાની કુલ ૧૫૧ પ્રાથમિક શાળાઓમાં ૩૦ જેટલાં મહાનુભાવો દ્વારા ત્રણ દિવસમાં ૨૮૧૭ જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો જેમાં રાજ્ય કક્ષાએથી માંડીને તાલુકા સ્તરનો અધિકારીવર્ગ તેમજ પદાધિકારીવર્ગ જોડાયો હતો. આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ એસ.એમ.સી.ના સભ્યો જોડે સંવાદ પણ કરવામાં આવ્યો હતો.

Share

Related posts

દાહોદ ભાજપમાં બ્રહ્મ સમાજના બે યુવાનોની પસંદગી થતાં બ્રહ્મ સમાજ મા આનંદની લાગણી છવાઈ

gujaratjanekta

દાહોદ જિલ્લા ના ઝાલોદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ

Admin

અમેરિકામાં ચાલ્યું ‘ટ્રમ્પ કાર્ડ’ – માત્ર રાષ્ટ્રપતિની ચૂંટણી જ નહીં રાજ્યસભામાં પણ બહુમતી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial