પંકજ પંડિત
આજરોજ શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષા બંધનના પવિત્ર દિવસે સીમાવર્તી બ્રહ્મ સમાજ દ્વારા રક્ષાબંધન પર્વની સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ જનોઈ પૂજા બદલવાની પૂજા યોજાઈ.
ઝાલોદ નગરના રામસાગર તળાવ ખાતે આજે સીમાવર્તી બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહી જનોઈ પૂજા વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજસ્થાનમાંથી શેરગઢ, ગાંગડતલાઈ તેમજ તેના આસપાસના વિસ્તારના બ્રાહ્મણો તથા ઝાલોદ નગરના બ્રાહ્મણો,સંજેલી ,બલૈયા,
સુખસર વગેરેથી મોટી સંખ્યામાં આવેલા ભૂદેવોએ જનોઈ પૂજાના પવિત્ર કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
રક્ષાબંધનના આ કાર્યક્રમમાં સૌ પ્રથમ રામસાગર તળાવ પર એકત્રિત થઈ હેમાદ્રી પાઠનું શ્રવણ કર્યું હતું.આપણા જીવનમાં યજ્ઞ યગ્નદિનું કર્મ કરીએ જીવનમાં તીર્થયાત્રા કરીએ તો આ બધા કર્મો કરતા પહેલા આપણે આપણા કરેલા જાણ્યા અજાણ્યે દોશ, પાપ કર્મોના પ્રાયશ્ચિત કરવાના હોય છે. ત્યાર પછી જ આપણે કોઈપણ આવા યાજ્ઞિક કે ધાર્મિક કાર્ય કરી શકીએ છીએ હેમાદ્રીનો મતલબ એટલે સોનુ તથા આદરી એટલે પર્વત મતલબ કે સોનાના પર્વત જેટલું મોટું દાન કરો કરવાથી જે પુણ્ય કર્મ મળે છે તેનાથી વધુ પુણ્ય અથવા પાપોનું દોષ નિવારણ હેમાદ્રી સાંભળવાથી થાય છે.
ખતરોમાં હેમાંદ્રીનો બીજો મતલબ એ પણ લખવામાં આવેલ છે કે પર્વત જેટલા વિશાળકાય પાપ થી મુક્તિ મેળવવા માટે તથા દોષમુક્ત થવા માટેની ક્રિયા એટલે હેમાદ્રી.
બ્રાહ્મણો દ્વારા જનોઈ સંસ્કાર રક્ષાબંધનના દિવસે કરવામાં આવતા હોય છે આ કર્મો કરવા માટે સૌપ્રથમ હેમાદ્રી સાંભળી પોતાના દ્વારા મનક્રમ વચન તથા શરીરથી થયેલા કોઈપણ પાપ માંથી મુક્તિ મેળવવા તેનો પ્રાચીન કરવામાં આવે છે અને ત્યારબાદ 10 ઔષધીઓનું સ્નાન કરવામાં આવે છે. હેમાદ્રી પાઠ પૂરો કર્યા બાદ બ્રાહ્મણો દ્વારા ઋષિપૂજા, પિતૃપૂજા ,દેવપૂજા, જેવી પૂજાઓ કરીને અંતે જનોઈ બદલવામાં આવી. સર્વ બ્રાહ્મણો દ્વારા હર હર મહાદેવ તથા જય પરશુરામ જયકારો બોલાવી વાતાવરણને ભક્તિમય કરી લીધેલ હતો.
- આ પ્રસંગે સમાજના પ્રમુખ વિજયભાઈ પંડિત તરફથી આવનારા દિવસો માં બ્રાહ્મણોની શું જવાબદારી હશે સમાજ પ્રત્યે દેશ પ્રત્યે અને દુનિયા પ્રત્યે તે વિશે જાણકારી આપી હતી જેમકે બ્રાહ્મણ શસ્ત્ર અને શાસ્ત્રમાં પારંગત હોય છે જરૂર પડે ત્યાં શાસ્ત્રનું જ્ઞાન આપવું તથા જ્યાં શસ્ત્ર ઉગાડવા ઉપાડવા માટેની જરૂર પડે ત્યાં પરશુરામજીનો રૂપ પણ ધારણ કરવું પડશે તો જ આ સમગ્ર દુનિયામાં સનાતન હિંદુ ધર્મ બચી શકશે. દુનિયા મા શાંતિ સ્થાપિત કરવા માટે બ્રાહ્મણોએ શાંતિ પાઠ કરવા જોઈએ તથા સમાજનું માર્ગદર્શન પણ કરવું જોઈએ આજે આપણા સનાતન હિન્દુ ધર્મને ચારે તરફથી વિધર્મી ઓ દ્વારા ઘેરેલો છે તે સમયે સનાતનની રક્ષા કરવા માટે સમસ્ત સનાતની ઓ એ આગળ આવવું પડશે તથા સમાજનું નેતૃત્વ કરવું પડશે .
સમગ્ર પૂજા વિધિ આચાર્ય ક્રાંતેશ દ્વારા કરવામાં આવી તેમજ તેમના સાથે રાજ પુરોહિત દ્વારા સંપૂર્ણ પૂજાવિધિ કરવામાં આવી હતી. ઉપરોક્ત રક્ષાબંધનના કાર્યક્રમને ભૂદેવ સમાજે ધાર્મિક રીતે મંત્રનો ઉદઘોસ સાથે પૂર્ણ કર્યો હતો.

