Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

“આઝાદીના અમૃત મહોત્સવ” અંતર્ગત ગોધરા તાલુકાની અંબાલી પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓ દેશભક્તિનાં રંગે રંગાયા – જાણો વધુ

અફરોઝ – પત્રકાર

“આઝાદીના અમૃત મહોત્સવ” નિમિત્તે ગોધરા તાલુકાની અંબાલી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સુરેશભાઇ બી. સુથાર દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આપણો ભારત દેશ એકતા, અખંડિતતા અને ભાવત્મકતા નું પ્રતિક છે. આઝાદીના અમૃત મહોત્સવ” નિમિત્તે ભારતમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી અન્વયે ઘર ઘર લહેરાતો તિંરગો એ આપણી શાન કહેવાય છે તેવું ગામનાં સરપંચશ્રી વણકર ડાહ્યાભાઈ એ જણાવ્યું હતુ. આ કાર્યક્રમમાં શાળાના એસ.એમ.સી ના સભ્યો, સ્ટાફગણ, ગામનાં લોકો તેમજ વિધ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.

શાળા દ્વારા 75 માં અમૃત મહોત્સવ નિમિત્તે ગ‍ામમાં
ઘેર ઘેર રાષ્ટ્રધ્વજ ફરકાવવા કહેવાયુ હતું તેમજ શાળાનાં પાંટગણમાં રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ તેમજ ગામનાં લોકો માટે
ફિલ્મ આયોજન કરી લોકજાગૃતિ લાવવા માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં બેટી બચાવો બેટી ભણાવો, ઘરે ઘરે શૌચાલય બનાવીએ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વચ્છ ગામ સુંદર ગામ અંતર્ગત કાર્યક્રમ કરી જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

Share

Related posts

વાનખેડેમાં ભારતનો વિજયધ્વજ: ઇંગ્લેન્ડને હરાવી ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડ કપની ફાઈનલમાં

gujaratjanekta

ફતેપુરા નગરના સ્થાનિક  તળાવની સરકારી જમીન ઉપર જિલ્લા કલેકટરે સ્થળ તપાસ કરતાભુમાફીયા ઓમાં ફફડાટ

gujaratjanekta

ચાઇલ્ડ વેલ્ફર કમીટીના ચેરમેન શંકરલાલ ત્રિવેદી દ્વારા નાનાવડદલા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું 👇

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial