Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકા કક્ષાનો ૭૯ માં સ્વાતંત્ર પર્વની ઉજવણી મુંડાહેડા ગામ ખાતે કરાઈ.

ઝાલોદ મામલતદાર શૈલેન્દ્ર પરમાર દ્વારા ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી.ઝાલોદ તાલુકા કક્ષાના ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્યતિભવ્ય ઉજવણી મુંડાહેડા ખાતે કરવામાં આવી હતી. મામલતદારશ્રી શૈલેન્દ્ર પરમાર એ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપી હતી. અને ભારતને મહામૂલી આઝાદી અપાવનાર સર્વે નામી-અનામિ શહીદવીરોને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.આ પ્રસંગે ઝાલોદ મામલતદારશ્રી શૈલેન્દ્ર પરમાર એ ઉપસ્થિત તમામને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી.વધુમાં તેમણે ઝાલોદ તાલુકાના વિવિધ યોજનાઓની વાત કરતાં જણાવ્યુ હતું કે, સરકારે અનેકવિધ કલ્યાણકારી કાર્યો કર્યા છે જેના થકી સર્વ જન હિતાય અને સર્વ જન સુખાયનો ઉદ્દેશ્ય સિદ્ધ થઈ રહ્યો છે. સમગ્ર ઝાલોદ તાલુકામાં પણ સરકારના સતત વિકાસ કાર્યો દ્વારા અનેક લોકહિતના કાર્યો થયાછે.પી.એમ.જે.એ.વાય–મા” યોજના હેઠળ કુટુંબ દીઠ વાર્ષિક ૧૦ (દશ) લાખ સુધીનું આરોગ્ય કવચ ધ્વારા હદયરોગ, કિડની,ડાયાલિસીસ, કેન્સર, આકસ્મિક સારવાર, ડીલીવરી, ન્યુરોસર્જરી જેવી નાની મોટી ગંભીર બિમારીમાં માન્યતા હોસ્પિટલમાં વિનામુલ્યે સેવા પુરી પાડવામાં આવે છે.તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતની મહિલા આજે કમર્શિયલ પાયલોટ બની આકાશમાં ઉડાન ભરતી થઈ છે. સેવાના નીતનવા વિચારોને પોતાની ઉદ્યોગ સાહસિકતા વડે સાકાર કરી રહી છે. વિદેશ અભ્યાસ કરી વિષય તજજ્ઞ બની રહી છે. ગુજરાતની સિંગલ મધર હોય કે હોસ્ટેલમાં રહી ભણતી કે વ્યવસાય કરતી નારી, ગંગા સ્વરૂપા બહેનો, વડીલ માતાઓ તમામને પ્રગતિ સાધવાનું વાતાવરણ ગુજરાતમાં સર્જાયું છે. “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના” અંતર્ગત ઝાલોદ તાલુકામાં ગંગા સ્વરૂપા મહિલા લાભાર્થીઓને પ્રતિ લાભાર્થી દીઠ માસિક રૂ.1250/- લેખે માતબર રકમ સીધી તેમના બેક/પોસ્ટ ખાતામાં ચૂકવવામાં આવેલ છે.ઉપાધ્યક્ષશ્રી મામલતદારશ્રી શૈલેન્દ્ર પરમાર અને ઉપસ્થિત મહાનુભાવો હસ્તે રમતવીરો અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરાયું.આ પ્રસંગે ઝાલોદ તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.આ કાર્યક્રમમાં ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીશ્રી કે એચ ગઢવી અને પીઆઇ શ્રી સંદિપ વી વસાવા, ઝાલોદ તાલુકા શિક્ષણ અધિકારી શ્રીમતી રોશની બેન બિલવાળ, પુર્વ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા, મુંડાહેડા ગ્રામ પંચાયત સરપંચ તેમજ મુંડાહેડા ગ્રામ પંચાયત સરપંચ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય સહિત ચાકલીયા પોલીસ સ્ટાફ અને આરોગ્ય વિભાગ તથા સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક ગણો અને અગ્રણીશ્રીઓ સહિત આમંત્રિત મહેમાનો બાળકો મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહીને ઉત્સાહભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Share

Related posts

ફતેપુરા બાલાજી સોસાયટીમાં દિવાલ બાંધવા બાબતે મચ્યું ધીંગાણું,બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાઈ,ફતેપુરા પોલીસે કુલ છ ઈસમો સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

gujaratjanekta

ધોરણ 10 અને 12 ના બોર્ડના વિદ્યાર્થી માટે મોટીવેશન અને શુભેચ્છા કાર્યક્રમ

gujaratjanekta

115 વર્ષથી બંધ પડેલા રૂમનો દરવાજો એક દિવસ ભંગાર સમજીને તોડી નાખ્યો, પછી જે ચીજવસ્તુઓ મળી તે જોઈને સૌ કોઈના ઉડી ગયા હોશ..! – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial