Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

વિકસિત ભારત સંકલ્પ યાત્રા

બ્યુરો ચીફ કેતન ભટ્ટ

ગરબાડા તાલુકાના ભે ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજાઇ

સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ લેવા માટે લોકોને અનુરોધ કરતા તાલુકા પંચાયત પ્રમુખ મયુર ભાભોર

ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર અને નાયબ કલેકટર પુરવઠા મીતેશભાઈ વસાવા ગાંધીનગર અન્ન નાગરીક પુરવઠા વિભાગથી મદદનીશ નિયામક સુ શ્રી રૂચીબેન પટેલ ના અધ્યક્ષસ્થાને ગરબાડા તાલુકાના ભે ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી એ લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.
આ પસંગે મદદનીશ નિયામક સુ શ્રી રૂચીબેન પટેલ એ પુરવઠા વિભાગની તમામ યોજનાની વિસ્તૃત માહિતી ગ્રામજનોને આપી હતી વધુમાં તેમને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ની માહિતી ગ્રામજનોને આપી હતી
ઉપરાંત ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાઓના લાભ વિશેની વાત કરી હતી. વિકાસ કાર્યોની ઝાંખી દર્શાવતી ફિલ્મને લોકોએ રસપૂર્વક નિહાળી હતી તેમજ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી.
ઉપરાંત આ કાર્યક્રમમાં મહાનુભાવો ના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ રથ દ્વારા સરકારશ્રીએ આદિજાતિ વિસ્તારોમાં લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારશ્રીની સિદ્ધિઓ- ઉપલબ્ધીઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મીતેશ વસાવા,જિલ્લા પંચાયતના સભ્ય શ્રી,તાલુકા વિકાસ અધિકારી શ્રી રાઠવા, સરપંચ શ્રી મંજુબેન ,સહિત સંબધિત અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

એકલવ્ય મોડેલ રેસી. સ્કૂલ વેજલપુરના વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ સ્પોર્ટ્સ મીટમાં મોટી સફળતા – જાણો વધું

gujaratjanekta

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર ચેરમેન યોગસેવક શીશપાલજી નાઓના માર્ગદર્શન હેઠળ સરકારી આઈ. ટી. આઈ જેસાવાડા તા.ગરબાડા ખાતે યોગ સંવાદનુ આયોજન કરવામાં આવ્યું હતું.

gujaratjanekta

દાહોદ કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડે સહિત અધિકારીઓ/કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા ઉજવણીના ભાગરૂપે શપથ ગ્રહણ કર્યા.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial