Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે પંચમહાલ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૧૦ વિશિષ્ટ વ્યક્તિઓનું કરાયું સન્માન

 

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી.શહેરના એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે પંચમહાલ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર ૧૦ વિશિષ્ટ વ્યક્તિઓનું શાલ અને પ્રશસ્તિ પત્ર અર્પણ કરી સન્માન કર્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ ક્ષેત્રે હાલોલના ડો. કલ્પના પ્રકાશચંદ્ર જોષીપુરાને આદિવાસી વિસ્તારમાં સંસ્કૃતિ,કળા વિકાસ અને શિક્ષણ વડે સામાજિક કલ્યાણ માટે,ગોધરાની નવા નદિસર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રાકેશ ચંદ્રકાંતભાઈ પટેલને અંતરિયાળ ગામોમાં શિક્ષા જાગૃતિનું બૃહદ કાર્ય માટે સન્માનિત કર્યા હતા. 

આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેનશ્રી જે.વી. ભોલંદાને આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા હતા. તેમણે વર્ષ-૨૦૨૧-૨૨માં રાજ્યમાં બીજા ક્રમનું સૌથી વધુ બ્લડ કલેક્શન અને વિતરણ અને વર્ષ-૨૦૨૩-૨૪માં કુલ ૮૫ રક્તદાન શિબિરો તથા વિવિધ રોગોના ચેક-અપ કેમ્પ અને દત્તક ગામોમાં નિ:શુલ્ક નિદાન સેવા જેવી ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી 

હાલોલ તાલુકાના તાજપુર ટ્રસ્ટીશ્રી નારાયણ આઈ હોસ્પિટલ અને નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ સંચાલિત શ્રી રાજેશભાઈ ગોરને આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા હતા. તેમણે છેલ્લા ૪૯ વર્ષથી આંખનો નિ:શુલ્ક ઉપચાર,ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ રોજના એક હજારથી વધુ દર્દીનો ઉપચાર થાય છે.છેલ્લા ૪૨ વર્ષમાં ૪ લાખ ૪૦ હજારથી વધુ આંખના ઓપરેશન કરેલ છે.

રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સુશ્રી ભૂમિકાબેન સોલંકીને સન્માનિત કરાયા હતા. તેણીએ ખો ખો રમતમાં નેશનલ ગેમ્સમાં અગાઉ ખેલાડી તરીકે

ગોલ્ડ મેડલ મેળવી ચુકેલ છે અને હાલમાં અન્ડર-૧૯ની પંચમહાલની ખો ખો ટીમને રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મળેલ છે.તેણીએ કોચ તરીકે ટીમ તૈયાર કરવામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરેલ છે.

 

ગોધરા તાલુકાના ગવાસીના શ્રી બહાદુરભાઈ દેવકરણભાઇ ગઢવી(ચારણ) કલા, લોકગાયક ક્ષેત્રે આપેલ યોગદાન બદલ સન્માનિત કરાયા હતા.

ઘોઘંબાના શ્રી નરેન્દ્રસિંહ સબુરસિંહ સોલંકી 

મહાદેવીયાને ખેતી ક્ષેત્રે લગભગ ૨ હેક્ટરથી વધુના ક્ષેત્રમાં પ્રાકૃતિક કૃષિ કરી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રોત્સાહન બદલ સન્માનિત કરાયા હતા.

 

ગોધરાના જીવકલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ, જીવદયા ધામના પ્રમુખશ્રી જયંતીભાઈ શેઠને સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા હતા તેમણે દાહોદ, મહિસાગર અને પંચમહાલમાં પોલીસની રેડથી પ્રાપ્ત થતા પશુધનને રાખવા, પાળવા તથા અન્ય પણ પશુઓની દેખરેખ, ૪ કરોડના ખર્ચે અત્યાધુનિક પશુ હોસ્પિટલ બનાવેલ છે.જેમાં ખાનગી પશુઓનું પણ નિ:શુલ્ક ઈલાજ થાય છે.

 

હાલોલના રૂબામીન પ્રા.લી. ડાયરેક્ટર શ્રી ભુવન પુરોહિત ને ઉદ્યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.તેમણે હાનિકારક રીફાઈનરી વેસ્ટમાંથી રીસાઈકલીંગ પ્રોસેસ વડે ઉત્પાદો તૈયાર કરે છે.દેશના ૯૦ ટકા રીફાઈનરી વેસ્ટનો નિકાલ તથા યુ.એસ.એ., યુરોપ, મીડલ ઇસ્ટ અને લેટિન અમેરિકન દેશોમાંથી પણ રીફાઈનરી વેસ્ટમાંથી ઉત્પાદન કરે છે.સંપૂર્ણ રીતે પાણી જેવા મૂળભૂત સંસાધનો બાબતે સ્વનિર્ભર કંપની, વોટર બોડી પર સોલર પેનલ્સથી વિદ્યુત ઉત્પાદન કરી સેલ્ફ સેસ્ટેનેબલ ઉત્પાદન પ્રક્રીયા અનુસરે છે.હાલમાં જિલ્લામાં ૬૦૦ થી વધુ લોકોને સીધી રોજગારી અને અનેકને પરોક્ષ રોજગારી પૂરી પાડી રહ્યા છે.

 

ભારતીય સેનામાં નાયબ સુબેદારશ્રી સંજયકુમાર ભમ્મરસિંહ બારીયાએ સુરક્ષા અને સલામતી માટે આપેલ યોગદાન બદલ સન્માનિત કરાયા હતા. તેઓ ૨૧મી બટાલિયન ધ મહાર રેજિમેન્ટ તેમની બહાદુરી અને અતૂટ પ્રતિબદ્ધતાને કારણે જૂન ૨૦૨૩ના ઓપરેશન દરમિયાન એક હાર્ડકોર આતંકવાદીનો ખાત્મો કર્યો હતો. રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુજીના હસ્તે શૌર્ય ચક્ર પ્રાપ્ત થયો છે.

Share

Related posts

લીમડી નજીક બિલવાણી ગામ મા સહસ્ત્રચંડી મહાયજ્ઞ નુ ભવ્ય આયોજન

gujaratjanekta

ACB ની કાર્યવાહી : મનરેગા શાખાનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો-જાણો વધુ

gujaratjanekta

આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કુલનું ગૌરવ…

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial