Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ એમ.જી.વી.સી.એલ લાઇટ બિલ ન ભરતા તેત્રીસ ગ્રાહકો પર ત્રાટકી

પંકજ પંડિત

ઝાલોદ એમ.જી.વી.સી.એલ લાઇટ બિલ ન ભરતા તેત્રીસ ગ્રાહકો પર ત્રાટકીપોલિસની મદદ લઇ લાઈટબિલ ન ભરતા ગ્રાહકોના મીટર લઈ જવામાં આવ્યાઝાલોદ એમ.જી.વી.સી.એલ અવારનવાર લાઇટ બિલ ન ભરતાં ગ્રાહકો પાસે જઈ બિલ ભરાવવા પ્રયત્ન કરતી રહે છે. ઝાલોદ નગરમાં લાઇટ બિલ ન ભરતાં ગ્રાહકોનું લિસ્ટ મોટું છે તે અન્વયે આજરોજ 27-03-2025 ગુરુવારના રોજ ઝાલોદ એમ.જી.વી.સી.એલના મેનેજર વસૈયાના સીધા આદેશથી ખાંટવાડા વિસ્તાર અને સાંઈ મંદિર પાસેના કુલ તેત્રીસ ગ્રાહકો પાસેથી અંદાજીત ત્રણ લાખ ત્રેસઠ હજારની લેણી નીકળતી રકમ માટે પોલીસના સહયોગથી લાઈટ બિલ લેવા ગયા હતા અને જો ગ્રાહક સ્થળ પર લાઈટ બિલ ન ભરે તો તૈયારીમાં લાઈટના થાંભલા પર થી લાઈટ કનેક્શન કાપી મીટર લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ઝાલોદ એમ.જી.વી.સી.એલની ટીમ દ્વારા આજરોજ તેત્રીસ ગ્રાહકો પાસે લાઈટ બિલના નાણાં લેવા જતા ચૌદ ગ્રાહકોએ લાઈટ બિલના નાણાં ભર્યા હતા તેમજ ઓગણીસ ગ્રાહકોએ નાણા ન ભરતાં તેઓનુ વીજ કનેકશન કાપી નાંખી મિટર લઈ જવામાં આવ્યા હતા. આગામી દિવસોમા એમ.જી.વી.સી.એલ કંપની અન્ય વિસ્તારોમાં પણ લાઈટ બિલ અંગે ઉઘરાણી કરવા નીકળનાર છે.ઝાલોદ નગરમાં એમ.જી.વી.સી.એલના અંદાજીત આઠ હજાર જેટલા ગ્રાહકો છે. ઝાલોદ નગરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવેલ છે તેમજ હાલ એક હજાર ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર નાંખી પણ દેવામાં આવેલ છે.

Share

Related posts

બાલ કલ્યાણ સમિતિ દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓને એક્ઝામ કીટનું સાંસદ ડોક્ટર હેમાંગ જોષીના હસ્તે વિતરણ

gujaratjanekta

બેદરકારી: વડોદરામાં સ્કૂલેથી છૂટેલા વિદ્યાર્થીઓને વાનચાલકે રસ્તામાં જ રંગોથી ધૂળેટી રમવા દીધી, બાળકોને કંઇ થયું તો જવાબાદાર કોણ, વાલી કે વાનચાલક?

Admin

ગોધરા પોલન બજાર ઉર્દુ કન્યા શાળા માં બાળમેળા નુ આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial