પંકજ પંડિત
ઝાલોદ નગરપાલિકા ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા ,પ્રમુખ રેખાબેન વસૈયાની ઉપસ્થિતમા પ્રોગ્રામ યોજાયો “વંદે માતરમ્” ના 150 વર્ષ પૂર્ણ થતા ભારત સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. 7 નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી આયોજનને લઈ તમામ સરકારી કચેરીઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આ રાષ્ટ્રગીતને ઉલ્લાસ ભેર ઉજવે તે માટેનું આયોજન કરવામાં આવેલ છે. “વંદે માતરમ્ ” રાષ્ટ્રગીતના ઉજવણી નિમિત્તે ઝાલોદ નગરપાલિકા દ્વારા 07-11-2025 શુક્રવારના રોજ સવારના 9:30 કલાકે નગરપાલિકાના પ્રાંગણમાં ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા ,પ્રમુખ રેખાબેન વસૈયા, કારોબારી પ્રમુખ દિનેશ પંચાલ, નગરપાલિકા કાઉન્સિલરો, સ્ટાફ તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમા રાષ્ટ્રગાન ગાઈ ઉજવણી કરવામાં આવી હતી.રાષ્ટ્રગાન સાથે ઉપસ્થિત સહુ લોકો દ્વારા એ સ્વદેશી શપથ પણ લીધેલ હતા. આ સ્વદેશી શપથમા ભારતમાતાની સેવા સન્માન માટે સંકલ્પ લેવામાં આવેલ હતુ તેમજ વધુમાં વધુ ભારતમા નિર્મિત સ્વદેશી વસ્તુ વાપરવા તેમજ ગામ ,નગર કે શહેરના લોકોને રોજગાર માટે પ્રાધાન્ય આપવા તેમજ ભારતીય બોલી અને પર્યાવરણ પ્રત્યે સજાગ રહેવાના સપથ લેવામાં આવ્યા હતા.

