Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિરે થી નિકળનાર કાવડ યાત્રામા જોડાવા નગરમાં જોવા મળતો અનેરો ઉત્સાહ

પંકજ પંડિત

ઝાલોદ સોમનાથ મહાદેવ ઉત્સવ સમિતિ દ્વારા શ્રાવણ માસમા ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિરે થી તારીખ 06-08-2025 બુધવારના રોજ સાંજની આરતી કરી મોટા પ્રમાણમાં કાવડ યાત્રીઓ વાહન દ્વારા દાહોદ કેદારનાથ ( ચોસાલા) મુકામે પ્રસ્થાન કરનાર છે. રાત્રિ દરમ્યાન ભાવિક ભક્તો દ્વારા ભજનની રમઝટ કરવામાં આવનાર છે. વહેલી સવારે 07-08-2025 ના રોજ કેદારનાથ થી કાવડમા પવિત્ર જળ ભરી ઝાલોદ સોમનાથ મુકામે કાવડ યાત્રીઓ આવનાર છે.નગરમા કાવડ યાત્રીઓ સહુ વિશ્વકર્મા મંદિરે એકત્રિત થઈ ઢોલ નગારા તેમજ ડી.જે સાથે કાવડ યાત્રીઓની શોભાયાત્રા નગરમાં નીકળનાર છે. સોમનાથ મહાદેવ મંદિરે સહુ કાવડ યાત્રીઓ કાવડમા લાવેલ પવિત્ર જળ થી ભગવાન ભોળાનાથનો અભિષેક કરનાર છે. નગરમાં નીકળનાર ભવ્ય કાવડ યાત્રા માટે નગરના યુવાઓ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહેલ છે. તેમજ નગરના કાવડ યાત્રા માટે નામ લખાવવા માટે ભાવિક ભક્તો નામ લખાવી કાવડ યાત્રાની તૈયારીમાં લાગી ગયેલ છે.

Share

Related posts

સંતરામપુર તાલુકાના બટકવાડા ખાતે 10 કરોડના ખર્ચે તૈયાર થનાર 66 KV સબ સ્ટેશન માટે ભુમિ પૂજન કરાયુ

gujaratjanekta

અમદાવાદમાં ફાઈટર વિમાનોનું ઉતરાણ, 13 તારીખથી અમદાવાદના આકાશમાં સુખોઈ સહીતના ફાઈટર વિમાનો ઉડશે

gujaratjanekta

અમદાવાદ માં સૌપ્રથમવાર જૈન કોમ્યુનિટી ના 4 ફીરકા માટે ની કોમન હોસ્ટેલ નું ગુજરાત ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial