Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ ખાતે અજાણી મહિલા છ થી સાત માસના બાળકને ત્યજી ફરાર

પંકજ પંડિત

ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ ખાતે અંદાજીત સવારના 9 વાગ્યાના અરસામાં સફાઈ કર્મચારી સંડાશની સફાઈ કરવા જતા ત્યા તેને એક નવજાત શિશુ જોવા મળ્યું હતું. સફાઈ કર્મચારી દ્વારા બાળકને જોતા તાત્કાલીક હોસ્પીટલના અધિક્ષકનો સંપર્ક કર્યો હતો. સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલના અધિક્ષક દ્વારા તાત્કાલિક પોલિસ સ્ટેશનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલના અધીક્ષક તેમજ પોલિસ દ્વારા બાળકને તાત્કાલિક સારવાર માટે સંડાશ માંથી કાઢવા માટે હાજર કર્મચારીને સૂચન આપ્યા હતા. સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે બાળકની તપાસ કરાતા તે મૃત હોવાનું માલુમ પડેલ હતું. પોલિસ અને હોસ્પિટલના અધીક્ષક દ્વારા તાત્કાલિક હોસ્પિટલના સી.સી.ટી.વી કેમેરા દ્વારા શિશુ ને ત્યજી દેનાર મહિલાની તપાસ હાથ ધરવામાં આવેલ છે. નગરમાં ચારેકોર બાળકને ત્યજીને જનાર નિષ્ઠુર માતા પર ફિટકાર વરસાવી રહેલ છે.

Share

Related posts

જાણો દેશના વડાપ્રધાન ના કહેવાથી સેન્ટ્રલ સેકેટ્રરીએ મંત્રી કુંબેરભાઇ ડીંડોર સાથે માનગઢધામની મુલાકાત કેમ લીધી !!

gujaratjanekta

દિલ્હી અને પંજાબ બાદ હવે ગુજરાતમાં કેજરીવાલની એન્ટ્રી ! : બે દિવસીય જનસંવાદ – જાણો વધુ

gujaratjanekta

જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લામાં નેશનલ રોડ સેફ્ટી સપ્તાહનો કરાયો પ્રારંભ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial