Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

હનીટ્રેપમાં ફસાવી પોલીસ કેસ માં ફસાવવાની ધમકી આપી નાણાં પડાવતી બંટી બબલી (પતિ પત્ની) ને છટકુ ગોઠવી રંગે હાથ ઝડપી પાડતી ગોધરા શહેર “એ” ડીવીઝન પોલીસ

અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી

રિપોર્ટર:-મેહફુઝ હસન ગોધરા

ગઈ તા.૨૯/૦૪/૨૦૨૨ ના રોજ એક બહેને પોલીસ સ્ટેશનમાં આવી જણાવેલ કે મારા એક ઓળખીતા જે આ કામ ના ફરીયાદી છે તે મારી એક્ટિવા માંગીને લઇ ગયેલ અને પરત કરેલ નથી અને ફોનથી વાત કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નથી તેમ જણાવતા સદરીનો સંપર્ક સાધી પો.સ્ટે બોલાવતા તેઓએ જણાવેલ કે હું આજથી પાંચેક વર્ષ અગાઉ આયુર્વેદિક દવાનુ છુટક વેચાણ કરૂ છું અને મારે આશાબેન કનુભાઈ ભરવાડ રહે.તરસંગ.તા. શહેરા હાલ રહે. વિનાયક નગર ગોધરા નાઓની સાથે ઓળખાણ થતા અમારા વચ્ચે વાતચીત થતી હતી અને સારી મિત્રતા હતી ગત શુક્રવાર ના રોજ હું મારી ભાભી તથા તેની ભાણીને ગોધરા ખાતે દવાખાને લઈને આવેલ તે સમયે આશાબેન નો મને ફોન આવેલ અને મારે કામ છે ગોધરા મારા ઘરે આવો તેમ કહેતા હું મારા ઓળખીતા બહેનની એક્ટિવા લઈને તેઓના જણાવેલ સરનામે ગયેલ જ્યાં આશાબેને પોતાને ઘરમાં બોલાવતા ગયેલ તેજ વખતે આ આશાબેનનો પતિ કનુભાઈ પેથાભાઈ ભરવાડ નાઓ આવી જતા મને ધક્કો મારી તેના ઘરમાં બેડરૂમ માં લઇ ગયેલ અને ગમેતેમ ગાળો બોલી જમણાં ખભાના ભાગે બચકું ભરી બેડ ઉપર પાડી દીધેલ અને આશાબેનને અને મને અમારા કપડાં ઉતારાવી અર્ધ નગ્ન કરી એક બીજા ઉપર ચઢાવી સંભોગ કરતા હોય તેવું કરાવડાવી તેના વિભિત્સ ફોટા કનુભાઈ ભરવાડનાઓ તેના મોબાઈલમાં પાડી લીધેલ અને મારા ઉપર એક કોરા કાગળમાં મેં આશાબેન ઉપર બળજબરી પુર્વક બળાત્કાર કરેલ છે અને પકડાઈ ગયેલ તેનું સમાધાન કરેલ છે તેવા મતલબ નું લખાણ જાનથી મારી નાખવાની ધમકી આપી લખાવડાવી લીધેલ અને તરત જ બચવું હોય તો રૂ.૨૦,૦૦,૦૦૦ આપ નહી તો પોલીસ બોલાવી હું તને પકડાવી દવ છું તેમ જણાવતા આશાબેને પણ તું પૈસા આપી મામલો પતાવી દે તમામ હકીકત ની જાણ ઉપરી અધિકારીઓ પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી. એમ.એસ ભરાડા તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ અધિક્ષક સી.સી.ખટાણા ગોધરા વિભાગ ગોધરા નાઓની માર્ગદર્શન મુજબ સદરી આરોપી ગુન્હાહિત ભુતકાળ ધરાવતો હોવાથી અને તેને અન્યોને પણ ભોગ બનાવેલ હોવાની શક્યતાઓ રહેલી હોય સદર આરોપી ને રંગે હાથ ઝડપી પાડવા છુટક ગોઠવવાનું આયોજન કરવામાં આવેલ અને તે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર.ચૌધરી સાથે એક ટીમ તૈયાર કરી ફરીયાદી ને સમજકરી છટકાનું આયોજન કરેલ અને બીજા દિવસે ફરીયાદી દ્વારા ફોન કરાવી ચેક આપવા અંગે કનુભાઈ ભરવાડ ને પુછતા ભુરાવાવ ચાર રસ્તા મળીએ આવીજા તેમ કેહતા પોલીસ ના માણસો ખાનગી કપડાઓ માં પોલીસ ની ઓળખ છુપાવી ભુરાવાવ ચાર રસ્તા ખાતે આજુ બાજુ ગોઠવાઈ ગયેલ અને આયોજન મુજબ કનુભાઈ ભરવાડ તથા તેની પત્ની આશાબેન ભરવાડ તેઓની ફોરવહીલર ગાડીમાં આવી કાચ ઉતારી કનુભાઈએ ફરિયાદીને ગાડી માં બેસવાનો ઈશારો કરતા છુપાઈ રહેલા પોલીસે તાત્કાલિક એક્શન માં આવી બંને બંટી-બબલી (પતિ પત્ની) ને દબોચી પાડ્યા હતા.

Share

Related posts

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન અને સુવર્ણચંદ્રક એનાયત સમારોહ ઉજવાશે – જાણો વધું

gujaratjanekta

મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે સાંસદ રાજપાલસિંહ જાદવ ઉપસ્થિતિમાં “સ્વયં અને સમાજ માટે યોગ’ ની થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરાઈ

gujaratjanekta

ઝાલોદ તાલુકામાં માછણ નદીના કીનારે સનાતન ધર્મના પ્રતિક સમું દ્વાપર યુગમા બનેલ પૌરાણિક ધામ એટલે પંચકૃષ્ણ મંદિરએ વિકાસ થી વંચિત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial