Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ મહાલક્ષ્મી મંદિર ખાતે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન માટેની સમીક્ષા બેઠક યોજાઈ

પંકજ પંડિત

ઝાલોદ મહાલક્ષ્મી મંદિર ખાતે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય નવીદિલ્હી દ્વારા પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન સંવર્ધન પરિસદ ભારત તથા ગુજરાત રાજ્ય ,દીવ દમણ અને દાદરા નગર હવેલીના સ્ટેટ ચેરમેન એસ.એમ.ખાંટના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના પ્રેસિડેન્ટ વી.એસ.બામણીયાના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા સમિતિના વાઇસ. પ્રેસિડેન્ટ કમલસિહ ચોહાણ તથા અન્ય જિલ્લા ડાયરેકટરોની વિશેષ ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક ઝાલોદ નગરના મહાલક્ષ્મી મંદિર ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં વૃક્ષોનું વાવેતર અને જતન કરવું, પ્રદૂષણ અટકાવવું, પર્યાવરણ, વન, જળવાયુના સંવર્ધન માટે જરૂરી માર્ગદર્શન ઉપસ્થિત મહાનુભાવોએ આપ્યું હતું. “તેમણે એકપેડ મા કે નામ” નામનું સૂત્ર આપી તેને સાર્થક કરવા જણાવ્યું હતુ.
તેમજ આ દરેક યોજનાઓ ગ્રામ્ય વિસ્તારોમાં જઈ ખેડૂતો સાથે સંકલન કરી ભારત સરકાર દ્વારા ચાલતી આ કામગીરીને સમજાવી આના ફાયદાઓ જણાવવા જેથી વધુમાં વધુ લોકો જોડાય. આજની આ મીટીંગ ઝાલોદ ખાતે નિમાયેલ પ્રમુખ મીનાક્ષીબેન દવે દ્વારા યોજવામાં આવેલ હતી. આજની આ મીટીંગમાં લીમખેડા તાલુકા પ્રમુખ શ્રી એસ.એમ.બારીયા ઉપપ્રમુખ કનુભાઈ પટેલ વિશેષ અતિથિ તરીકે હાજર રહેલ હતા.

Share

Related posts

સાવલી તાલુકાના ધનતેજ ગામે રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા માર્ગદર્શન અને પથ સંચાલન કરાયુ

gujaratjanekta

સામૂહિક આરોગ્ય કેન્દ્ર મીરાખેડી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

gujaratjanekta

આવતીકાલ 16મીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી : જાણો કુલ કેટલી બેઠકો પર યોજાશે ચૂંટણી, 18મીએ મત ગણતરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial