Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

માંડવી પોલીસ દ્વારા મોટર સાઈકલોમાં સેફ્ટી ગાર્ડ નખાયા

માંડવીમાં પોલીસ દ્વારા ઉત્તરાયણને તહેવાર લઈને ખાસ સુરક્ષા અભિયાન અંતર્ગત પતંગની દોરીથી બચવા માટે મોટર સાઈકલોમાં સેફટી ગાર્ડ નાખવામાં આવી રહ્યા છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી પક્ષીઓને તો ઇજાઓ થતી હોય છે. સાથોસાથ મોટર સાઈકલ ચલાવતા વાહનો માટે પણ પતંગના દોરાથી ગંભીર ઈજાઓ તેમજ અમુક કિસ્સામાં તો દોરાના કારણે ગળું કપાવાને કારણે મોત થયા હોવાની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે.

ત્યારે મોટર સાઈકલ ચાલકોને પતંગના દોરાથી નુકસાની ન થાય તે માટે માંડવી પી.આઈ સી.વાય.બારોટ તથા પોલીસની શી ટીમ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં સેફટી ગાર્ડ લગાડવામાં આવ્યા હતા. સાથે જ લોકોને ઉત્તરાયણ દરમિયાન સાવચેતી રાખવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Share

Related posts

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ મતદાતાઓનો વધાર્યો ઉત્સાહ

gujaratjanekta

ગુજરાત ઈલેક્શન 2022: AAPએ ઉડાડી ભાજપની ઉંઘ! પીએમ મોદી અને અમિત શાહ સામે ગઢ બચાવવાનો પડકાર

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ગરાડુ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીશ્રી કલ્પેશ ગઢવીના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial