Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા ભૂરી બા પાર્ટી પ્લોટ ખાતે શક્તિ સંવર્ધન 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ ના ચોથા દિવસે ભારે ઉલ્લાસ સાથે આહુતિ આપી પૂર્ણાહુતિ કરવામાં આવી.

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ના માર્ગદર્શનમાં શક્તિ સંવર્ધન 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞના ચોથા દિવસે સવારે 9:00 કલાકે મહાનુભવોના સ્વાગત સાથે દિવ્ય મહાયજ્ઞનો શુભારંભ વેદ મંત્રોના ઉચ્ચારણ સાથે કલશપૂજન, દેવ પૂજન, ગુરુદેવ,માતાજી પૂજન કરવામાં આવ્યું.શાંતિકુંજ હરિદ્વાર થી પૂજ્ય ગુરુદેવનો યુગ સંદેશ આપતા ટોલી નાયક શ્રી પ્રભાકાંત તિવારીજીએ યજ્ઞના પ્રકારનુ વર્ણન કરતા બ્રાહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, ઋષિયજ્ઞ વિગેરે પોતાના જીવનમાં અમલ કરવા મહત્વ સમજાવીને જ્ઞાન યજ્ઞના 100 થી વધુ સેટ સાહિત્ય વિતરણ,ધર્મ ઘટની સ્થાપના અને બલી વેશ્ય યજ્ઞની મહત્વતા બતાવી હતી.આજના આ મહાયજ્ઞ ના અંતિમ ચરણમાં ફતેપુરા -સુખસર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી પ્રફુલભાઈ ડામોર તથા વેપારી મંડળ ના આગેવાન સભ્યો
પધારીને મહાયજ્ઞના આશીર્વાદ તથા પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને તેઓને સાહિત્યના સેટ અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના સમાપનમાં ગાયત્રી યજ્ઞની પૂર્ણાહુતિ કરી મહાઆરતી કરવામાં આવી હતી અને સર્વે દેવ શક્તિઓનું વિસર્જન કરી શાંતિકુંજ હરિદ્વાર ની ટોળીને વિદાય કરી હતી. આ કાર્યક્રમના સહયોગી બનનાર તમામ વહીવટી કચેરીઓ સંસ્થાઓ તથા વેપારી મંડળ સહયોગી દાતા તેમજ ગાયત્રી પરિવારના પ્રજ્ઞા મંડળ મહિલા મંડળ યુવા મંડળ વગેરે ગાયત્રી પરિજનોના સહયોગ સહકારની પ્રશંસા કરી આભાર માન્યો હતો તેમજ પત્રકાર મિત્રોનો પણ આભાર માન્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા પંચમહાલ ઉપજોન પ્રભારી તથા શ્રી તાલુકા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ લીમડીયા ના વ્યવસ્થાપક શ્રી રામજીભાઈ ગરાસીયા અને તેમની ટીમ ના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

Share

Related posts

અરવલ્લી મોડાસાના ખડોદા દુધ મંડળીમાં મોડી રાત્રે હોબાળો દુધના ફેટને લઇને પશુપાલકોની ઉગ્ર રજૂઆત

gujaratjanekta

દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકાના કંબોઇ ધામ ખાતે પ્રાંત અધિકારી એ. કે. ભાટિયાએ રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો

gujaratjanekta

વડાપ્રધાન મોદી ૧૦ સપ્ટેમ્બરે ગુજરાત આવશે : જાણો કયા કાર્યક્રમમાં હાજરી આપશે ?

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial