Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other ગુજરાત ન્યૂઝ

જૂનાગઢમાં ભાજપના કાર્યકરે વટ અને વચનને ખાતર મુંડન કરાવ્યું છે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો હતો. ત્યારે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે તેમાં ભાજપે ગુજરાતમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ખાસ બેઠક મળી નહીં પરંતુ ચર્ચાના કેન્દ્રમાં રહી હતી જૂનાગઢમાં પણ આ યુવાન આજે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે જૂનાગઢના ભાજપના સક્રિય કાર્યકર્તા ખીમજીભાઇ રામે આજે મુંડન કરાવ્યું છે ખીમજી રામે ચૂંટણી પહેલા સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એક પણ બેઠક નહીં મળે અને આપને એક બેઠક મળશે તો પોતે મુંડન કરાવી નાખશે ત્યારે આજે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું તેમાં આમ આદમી પાર્ટીનો પાંચ બેઠક ઉપર વિજય થયો છે આથી ખીમજીભાઇ રામે સોશિયલ મીડિયા પર કહ્યા મુજબ થયું નહીં. આથી તેણે અંતે પોતે વટ અને વચન માટે આજે સવારે મુંડન કરાવી નાખ્યું હતું ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પાંચ બેઠક આવતા જૂનાગઢના ભાજપના સક્રિય કાર્યકર્તા ખીમજીભાઇ રામભાઈ મુંડન કરાવ્યું છે થોડા સમય પહેલા પુલવામાની ઘટના વખતે ખીમજીભાઇ રામે બુટ કે ચંપલ ન પહેરવાની માનતા પણ રાખી હતી

Share

Related posts

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સામાજિક વનીકરણ વિભાગ દાહોદના અને પ્રકૃતિ મિત્ર મંડળ દાહોદના સહયોગથી પર્યાવરણ જાગૃતતા સંદર્ભે રેલી યોજાઈ

gujaratjanekta

ધારાસભ્ય મહેશ ભુરીયાની ઉપસ્થિતિમાં ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ઝાલોદ તાલુકાના પ્રાથમિક શિક્ષક સહાયક મંડળ દ્વારા આકસ્મીત મૃત્યુ નિમિતે સહાય માટે ચેક આપવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial