પંકજપંડિત
ઝાલોદ તાલુકાના સામાજિક આગેવાન વિક્રમ ડામોરે MPHW વજુભાઈ ડામોર વિરુદ્ધ PHC કલજીની સરસવાણીના MO ને લેખિત ફરિયાદ આપતાં જણાવેલ છે કે સરકારી કર્મચારી વજુભાઈ ડામોર સરપંચની ચૂંટણી દરમિયાન પ્રચાર કરતા હતા તેમજ મતદાનના દિવસે પણ પ્રચાર કરતાં હોવાનો વીડિયો હોવાની વાત કરી રહેલ છે અને આવો એક વિડિયો પણ વાયરલ થયેલ છે જેમાં વિક્રમભાઈ દ્વારા આક્ષેપ કરાઈ રહેલ છે કે તેઓ ચૂંટણી પ્રચારમાં આવેલ છે. વિક્રમ ડામોરના કહેવા મુજબ વજુભાઈ રાજકીય વગ ધરાવનાર વ્યક્તિ છે.
વજુભાઈ ડામોર પર સંપૂર્ણ રાજકીય વગ ધરાવતા હોવાનો લગાવ્યો છે આરોપ લગાવતાં વિક્રમ ડામોર કહે છે કે જરૂર પડે ત્યારે તેઓ પુરાવા આપવા તૈયાર છે તેમજ તેઓ દ્વારા વધુ આક્ષેપ કરતાં કહ્યું હતું કે વજુભાઈ ડામોરના તમામ નંબર પરથી કોલ ડીટેઈલ કઢાવી તપાસ કરવામા આવે તો તેઓ ક્યારે ક્યારે અહીં પ્રચારમાં આવ્યા અને કોના સાથે પ્રચાર કર્યો તે મળી શકે તેમ છે. વિક્રમ ડામોર વધુ આક્ષેપ કરતાં કહે છે કે રાત્રે કાળા કલરની ગાડીઓમાં આવી આ સરકારી પ્રતિનિધિ દ્વારા પ્રચાર કરવામાં આવેલ છે.ગ્રામ પંચાયતની ચુંટણીમાં તેમના પરિવારના ઉમેદવાર પુનીબેન મસુભાઈ ડામોરના સમર્થનમાં મતદાન કરવા માટે પ્રચાર કરવા આવેલ હોવાનું વિક્રમ ડામોર કહી રહેલ છે. આ તમામ આક્ષેપો લગાવતા વિક્રમ ભાઈ ન્યાયિક તપાસ થાય તે માટે માંગ કરી રહેલ છે તેમજ તપાસ દરમિયાન જો આ સરકારી પ્રતિનિધિ દોષિત સાબિત થાય તો તેઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામા આવે તેવી રજૂઆત કરવામાં આવેલ છે. તેમજ જો યોગ્ય કાર્યવાહી કરી સસ્પેન્ડ નહિ કરવામાં આવે તો આંદોલન કરવાની આપી ચીમકી વિક્રમ ડામોર દ્વારા આપવામાં આવેલ છે.

