Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

સાહેબ અમે વિકાસ નથી જોયો અમારે પણ વિકાસના દર્શન કરવા છે : ગામમાં પ્રાથમિક સુવિધા ન મળતા જીલ્લા કલેક્ટરને વેદનાભર્યુ આવેદન પત્ર !

સંકેત પંડ્યા – એડિટર 

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના આદિવાસી વિસ્તાર જોરાપુરા માં રહેતા ગામ લોકો એ ગામ માં પાણી, પાકા મકાન, શૌચાલય, આરોગ્યની પ્રાથમિક સુવિધા અને સ્વરોજગારી ન મળતા આજે પંચમહાલ જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું અને તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ‘અમે વિકાસ નથી જોયો અમને પણ વિકાસ ના દર્શન કરાવો.’ બે પાન ના હૈયાની વેદના ઠાલવતા આવેદન માં સરકાર દ્વારા કરવામાં આવતી સાઇનિંગ ઇન્ડિયા, ડિજિટલ ના વાગતા ઢોલ નગારાઓ વચ્ચે થતી વિશ્વ ગુરુ બનવાની વાતો અને પીએમ અને સીએમ નંબર વન ના દાવાઓ વચ્ચે ગામડાઓ ના લોકો વિકાસ ને શોધી રહ્યા છે.

ગ્રામીણ ક્ષેત્રો માં વિકાસ ક્યાં છે ? ગામડા માં નથી પીવાનું પાણી, નથી પાકા મકાનો, નથી શૌચાલયો. ગામલોકો એ જિલ્લા કલેક્ટર ને જણાવ્યું છે કે જોરાપુરા ગામ ના લોકોએ હજી વિકાસ દર્શન કર્યા નથી, ગામ માં પીવાના પાણી માટે ગામ ની મહિલાઓએ બે કિલો મીટર સુધી ભટકવું પડે છે. મોબાઈલ અને લેપટોપ ની ટેકનોલોજી માં દેશ માં ખુશહાલી ના બણગા ફૂંકાવામાં આવતા હોય અને કાચા ઝુંપડા ની જગ્યાએ પાકા મકાનો અપાવવાના વચનો આપવામાં આવતા હોય છતાં મહિલાઓ એ પીવાના પાણી મેળવવા ભટકવું પડી રહ્યું છે. આખરે આ વિકાસ છે તો છે ક્યાં !!?

Share

Related posts

રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં આજે જીરૂની 490 કવીન્‍ટલની આવક, એક મણના ભાવ 5000 થી 5925 રૂપીયાના ભાવે સોદા પડયા

Admin

કોઠંબામાં પ્રવેશદ્વારે જ ઢીંચણ સમા ગંદા પાણી ભરાયા : તંત્ર કોન્ટ્રાક્ટરોને શાબાશી આપી રહ્યું છે !?

gujaratjanekta

દાહોદ જિલ્લાના સંજેલી પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી નો વેપાર કરતા દુકાનમાંથી બાતમીના આધારે રેડ દરમિયાન ચાઇનીઝ દોરી ઝડપી પાડી જીવલેણ અને ચાઈનીઝ દોરીના વેચાણ બંધ કરાવવા પોલીસ કમરકસી રહી છે જીવલેણ ચાઈઝની દો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial