Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

અરવલ્લી મોડાસાના ખડોદા દુધ મંડળીમાં મોડી રાત્રે હોબાળો દુધના ફેટને લઇને પશુપાલકોની ઉગ્ર રજૂઆત

 સંકેત પંડ્યા – એડિટર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વર્ષે ખેડૂતોની વાતોને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું રહ્યું છે પણ પશુપાલકોની હાલત પણ હાલ કફોડી હોય તેવું લાગે છે. અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને કમોસમી વરસાદે રડાવ્યા હતા ત્યારે હવે પશુપાલકો સાથે પણ અન્યય થતો હોવાની વિગતો સામે આવી છે. મોડાસા તાલુકાના ખડોદા ગામે આવેલી દુધ મંડળીમાં મોડી રાત્રે હોબાળો થયો હતો, જ્યાં પશુપાલકોને ફેટ ન મળતા હોવાની બૂમો ઉઠવા પામી હતી, જેને લઇને પશુપાલકોએ ઉગ્ર રજૂઆત કરી હતી. આધારભૂત સુત્રો તરફથી મળતી માહિતી મુજબ મોડાસા તાલુકાના ખડોદા ગામે શુક્રવારના રોજ મોડી રાત્રે હોબાળો થયો હતો, જ્યાં પશુપાલકોને 6 ફેટથી ઘટીને માત્ર 3 ફેટ મળતા હોવાની જાણ થતાં પશુપાલકો લાલઘૂમ થયા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. છેલ્લા ઘણાં સમયથી સમયાંતરે આવી સમસ્યાઓ સર્જાતી હોય છે પણ કાર્યવાહી અથવા તો આ સમસ્યાના નિરાકરણ માટે કોઇ જ કાર્યવાહી ન થતી હોવાની વિગતો મળી છે. હવે સવાલ એ થાય છે કે, 6 ફેટથી એકદમ 3 ફેટ કેવી રીતે આવી જતાં હશે તે એક સવાલ છે. પણ હાલ, તો આવી સમસ્યાને લઇને પશુપાલકોમાં રોષની લાગણી પ્રગટી હતી.
Share

Related posts

ઝાલોદ નગરમાં ‘સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી’ નિમિત્તે “સ્વામી વિવેકાનંદ રમતોત્સવની ઉજવણી કરવામાં આવી.

gujaratjanekta

ગોધરા શહેર નું પ્રશાસન કુંભકર્ણ ની નિંદ્રામા !!

gujaratjanekta

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધાવડીયા ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” પખવાડિયાની અંતર્ગત યોજાયો આરોગ્ય કેમ્પ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial