Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News general news ટોપ ન્યૂઝ

SSG હોસ્પિટલમાં OPD – વિભાગ પાસેથી મૃત બાળક મળી આવતા તંત્ર દોડતુ થયુ

વડોદરાની સરકારી હોસ્પિટલ SSG આજે સવારે મૃત નવજાતબાળક મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ વધુ કાર્યવાહી જાથ ધરી છે. ઘટનાને પગલે માનવતા લજવાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
 સરકારી હોસ્પિટલ SSG માં લોકો રાજ્યભરમાંથી તથા અન્ય રાજ્યોમાંથી પણ આવતા હોય છે. દર્દીઓની મોટી સંખ્યામાં હાજરી જોવા મળે તે હોસ્પિટલના પરિસરમાં આજે માનવતા લજવાઈ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. આજે સવારે SSG હોસ્પિટલમાં OPD – 16 પાસેથી મૃત બાળક મળી આવ્યું હતું.જેને કારણે તંત્ર દોડતું થયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આજે સવારે હોસ્પિટલના તબીબ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. અચાનક તેમની નજરે લાવરિસ બાળકનો દેહ પડતા તેમણે આ અંગે MLO ને જાણ કરી હતી. વાત MLO ના ધ્યાને આવતા તેમણે આ અંગે રાવપુરા પોલીસ મથકમાં જાણ કરી હતી. રાવપુરા પોલીસ મથકના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઘટનાના મૂળ સુધી પહોંચવા તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. પોલીસ CCTV ની મદદથી આ અંગે કોઈ કડી મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, SSG હોસ્પિટલમાં નવજાત બાળકનો મૃતદેહ મળી આવવો એ ગંભીર ઘટના છે. આ કાર્ય બાળકના પરિચિતે કર્યું છે કે, પછી કોઈ પશુ ક્યાકથી ખેંચી લાવ્યું છે આ પ્રકારના સવાલો લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે. સાથે જ આ ઘટના ટાણે હોસ્પિટલમાં ફરજ બજાવતા સિક્યોરિટીના જવાનો શુ કરતા હતા તેની પણ તપાસ થાય તેવો ગણગણાટ જોવા મળી રહ્યો છે.
Share

Related posts

નિંદા કરવાથી રાત્રે નીંદર નથી આવતી, ઈર્ષા કરવાથી આયુષ્ય ઓછું થાય છે અને દ્વૈષ કરવાથી ગુરુનો સંદેશ ક્યારેય સ્વીકાર્ય નથી થતો.

Admin

રાષ્ટ્રિય એકતા દિવસ : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ

gujaratjanekta

સીમળાઘસી ગામે 108 એમ્બ્યુલન્સની સમયસૂચકતા કારણે માતા અને નવજાતનું જીવન બચ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial