Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સીટી સિવિલ સેંટર ખાતે નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સોમનાથ મંદિરે ધરાવેલ પ્રસાદી વિતરણ કાર્યક્રમ યોજાયો

પંકજ પંડિત

શ્રી સોમનાથ ટ્રસ્ટ પ્રભાસ તીર્થ દ્વારા સોમનાથ ભગવાન તેમજ પરામ્બા માતા પાર્વતીને ધરવામાં આવેલ વસ્ત્ર ,લાડું, ચીક્કી પ્રસાદ જન સમુદાયને વહેંચવાનુ આયોજન કરવામાં આવેલ હતું તે અન્વયે ઝાલોદ તાલુકાના સીટી સિવિલ સેંટર ખાતે આ પ્રોગ્રામ નાયબ કલેક્ટર એ.કે. ભાટીયાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. તારીખ 21 થી 23 નવેમ્બર દરમ્યાન મુખ્યમંત્રી તેમજ રાજ્યના મંત્રીઓની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી.તેમાં મુખ્યમંત્રીના હસ્તે સોમનાથ જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરવામાં આવેલ હતી. આ પ્રોગ્રામનુ લાઇવ પ્રસારણ કરવામાં આવેલ હતું.
આ પ્રોગ્રામ બપોરે 1:30 થી 2:10 ઓનલાઇન પ્રોગ્રામ યોજાયો હતો. આ પ્રોગ્રામ અંતર્ગત સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે ધરાવેલ વસ્ત્ર પ્રસાદ વિતરણ તેમજ ચીક્કી, લાડું પ્રસાદનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં જરૂરિયાત મંદ એવા વિધવા તેમજ વિદુર લોકોને સાડી તેમજ ઝબ્બાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ અંતર્ગત ટ્રસ્ટમા જરૂરિયાત મંદ નોંધાવેલ હતા તેના કરતાં વધુ મહિલાઓ આવેલ હતી. મહિલાઓની વસ્ત્ર પ્રસાદ 200 ટ્રસ્ટ માંથી આવેલ હતી અને મહિલાઓ 230 ઉપરાંત આવેલ જોઈ નાયબ કલેક્ટર એ.કે.ભાટીયા,મામલતદાર પરમાર, નાયબ મામલતદાર શૈલેન્દ્ર પરમાર ,ટી.ડી.ઓ ગઢવી, પી.આઈ રાઠવા, પી.એસ.આઈ સીસોદીયા દ્વારા ચર્ચા કરી ઉપસ્થિત કોઈ ખાલી ન જાય તે માટે સાડી બજાર માંથી મંગાવી આપી દરેકને પ્રસાદ વિતરણ કર્યો હતો.

Share

Related posts

પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે “આત્મ નિર્ભર ભારત “સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા કાર્યશાળા યોજાઈ

gujaratjanekta

મોડાસામાં 8 ગાયની ચોરી કરી કસાઇઓઓ કતલખાને લઇ ગયા, માઝૂમ નદીના ઢાળે સંતેળેલી ગાયોને પોલિસે બચાવી, કસાઈઓ ફરાર..!!!

gujaratjanekta

ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર મોટી ધાડની યોજના નિષ્ફળ, દાહોદ પોલીસે 7 ઇસમોને ઝડપી પાડ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial