Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હીટવેવની આગાહીને પગલે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સજ્જ – જાણો વધુ

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

આગામી 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે દિવસને લઈને હવામાન વિભાગે ચેતવણી આપતા કહ્યું છે કે આ દિવસે ગરમીમાં વધારો થઈ શકે છે.હવામાન વિભાગ દ્વારા હિટવેવની જાણકાઋ અપાતા જ રાજ્યની આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી ગઈ છે અને લોકોને ખાસ સૂચન પણ કરવામાં આવ્યા છે અને સાથે તકેદારીના પગલાં લેવા માટે કહેવાયું છે.

કાળઝાળ ગરમી વચ્ચે ચૂંટણીને લઈ તંત્ર સતર્ક, આરોગ્ય પર ખાસ ધ્યાન

ગુજરાતમાં હાલમાં કાળઝાળ ગરમી અને હીટવેવની સ્થિતિ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં તાપમાન વધુ વધવાની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ અને આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મતદારોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને ગરમીના પ્રકોપથી સુરક્ષા મળે તે માટે તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક બન્યું છે.

મુખ્ય સુવિધાઓ અને વહીવટી સજ્જતા:

મતદાન મથકો પર વ્યવસ્થા: ગરમીને જોતા દરેક મતદાન મથક પર પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, શેડ (છાંયડો) અને પંખાઓની સુવિધા ઉપલબ્ધ કરાવવા સૂચના આપવામાં આવી છે.

મેડિકલ ટીમ તૈનાત: કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગની ટીમોને ‘સ્ટેન્ડ બાય’ રાખવામાં આવી છે. મતદાન મથકો પર જરૂરી ઓઆરએસ (ORS) અને પ્રાથમિક સારવારની કીટ ઉપલબ્ધ રહેશે.

લોકો માટે સૂચના: આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે મતદાન કરવા જતી વખતે હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા, સાથે પાણીની બોટલ રાખવી અને બપોરના સમયે ગરમીથી બચવા માટે ટોપી કે રૂમાલનો ઉપયોગ કરવો.

 

 

Share

Related posts

ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે હિન્દુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ અપનાવેલા લોકોએ ઘર વાપસી કરી.

gujaratjanekta

ફતેપુરા વિધાનસભા વિસ્તારના ફતેપુર અને સંજેલી તાલુકા ના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજાઇ હતી

gujaratjanekta

અમૃતમ યોજના માટે બોન્ડ: વડોદરા મનપાના વિવિધ પ્રોજેક્ટોમાં હિસ્સો આપવા માટે 100 કરોડના બોન્ડ બહાર પાડવા સેબીની મંજૂરી, ખાનગી અને સરકારી કંપનીઓ રોકાણ કરશે

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial