Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શાળા પ્રવેશોત્સવ એટલે… ઉજ્જવળ ભવિષ્યનો મંગલ પ્રારંભ.

ઝાલોદ તાલુકાની અનેક સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આજે ફૂલપુરા મુખ્ય પ્રાથમિક શાળા, ફૂલપુરા ચોરા ફળિયા અને શ્રી રાયપૂરા પ્રાથમિક શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગામડી જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી સુમનબેન ડામોર, સી.આર.સી શ્રી સંજયભાઈ પટેલ, પૂર્વ ભાજપા પ્રમુખ શ્રી મુકેશભાઈ ડામોર તેમજ ફૂલપુરા તાલુકા સભ્ય તારિંગભાઈ ડામોર, ફૂલપુરા તળ ગામના સરપંચ ભુરીયા હવસિંહભાઈ મુખ્ય સરપંચ ઈશાભાઈ ડામોર, રાયપૂરા સરપંચ સુરેશ ભાઈ ડામોર, ઝાલોદ તાલુકા શિક્ષણ સંઘ ના પૂર્વ પ્રમુખ અનિલભાઈ ડામોર એ હાજરી આપી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવું અને પર્યાવરણની જાળવણીનો હતો. કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષક ગણ અને શાળાનું ગૌરવ એવા નાના ભૂલકાઓની હાજરીથી કાર્યક્રમની રૂપરેખા શોભાયમાન થઈ હતી.ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા.

Share

Related posts

રોટરી ક્લબ ડાયમંડ દાહોદના સહયોગથી MG મોટર પ્રા.લી.હાલોલ દ્વારા માત્ર મહિલાઓ માટે ભરતી મેળો યોજાશે

gujaratjanekta

દાહોદના ગામોમાં ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ અંગેની માહિતી આપવા યોજાતી તાલીમ

gujaratjanekta

સુઝુકી મોટર્સ ગુજરાત પ્રા..લી. બેચરાજી અમદાવાદ દ્વારા ITI ગોધરા ખાતે અપ્રેન્ટીશ તથા FTC કેમ્પસ ડ્રાઈવ યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial