Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રીલેશનશીપનો અંત આવી જતા રાજકોટના ૩૧ વર્ષના યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ: સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ

સંકેત પંડ્યા – એડિટર

શહેરમાં મવડી ચોકડી પાસે આવેલી જલારામ સોસાયટીમાં રહેતા યુવકને પ્રેમિકા સાથે ચાર માસમાં જ બ્રેકઅપ થતા ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાનને ઝેરી અસર થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મવડી ચોકડી પાસે આવેલી જલારામ સોસાયટીમાં રહેતા અને કેટરર્સનું કામ કરતા અશોક પાલાભાઈ ચૌહાણ નામના 31 વર્ષના યુવકને પોતાની પ્રેમિકા સાથે રીલેશનશીપના ચાર માસમાં જ બ્રેકઅપ થઈ જતા તેને ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે વધુ એક બનાવમાં રૂખડીયાપરા વિસ્તારમાં રહેતી કિરણબેન સવશીભાઈ વિકાણી નામની 17 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાની ભાભી સાથે ભત્રીજી મુદે ઝઘડો થયો હતો. ભાભી સાથે ઝઘડો થતા કિરણ વિકાણીએ એસિડ પી લીધું હતું. સગીરાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Share

Related posts

દેશપ્રેમથી વૃક્ષારોપણ તરફ: ઝાલોદમાં દાવુદી બોહરાઓએ સ્વતંત્રતા દિવસ વૃક્ષારોપણ સાથે ઉજવ્યો

gujaratjanekta

મોંઘાધરા ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે એક ખેપીયાને ઝડપી પાડતી દામાવાવ પોલીસ

gujaratjanekta

મારી દીકરી મારા ઘર આંગણે નવરાત્રી મહોત્સવ સુખસર” સુખસર નવરાત્રી મહોત્સવ માં ધારાસભ્ય રમેશભાઈ કટારા એ ઉતારી માતાજી ની આરતી *પીપળી ચોકમાં માતાજી ની આરાધના કરી ધારાસભ્ય ગરબે ઘૂમ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial