Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

જિલ્લાની એક સરકારી શાળા કે ભ્રષ્ટાચારની પાઠશાળા? “ભૂત પ્રેત” પ્રિન્સિપાલનો ખેલ: ખાનગી વ્યવસાયનો હપ્તો અધિકારીઓના ઘરે પહોંચે! – જાણો વધુ

શું સરકારી કચેરીમાં પગ મૂક્યા વગર પગાર મેળવવો એ હવે નવો ‘સરકારી શિરસ્તો’ બની ગયો છે? એક તાલુકામાં ગામની સરકારી પ્રાથમિક શાળામાં એક એવું કૌભાંડ ચાલી રહ્યું છે જે ડિજિટલ ઇન્ડિયાના ગાલ પર તમાચો છે. શાળાના પ્રિન્સિપાલ શ્રી છેલ્લા લાંબા સમયથી શાળાએ ફરજ બજાવવાને બદલે પોતાના ખાનગી વ્યાપારી સામ્રાજ્યને વિસ્તારવામાં વ્યસ્ત છે. છતાં સરકારી ચોપડે તેઓ દરરોજ ‘હાજર’ દેખાય છે. આ કોઈ જાદુ નથી, પણ એક સુનિયોજિત “ડિજિટલ પ્રોક્સી હાજરી કૌભાંડ” છે.

​બાળકો રામભરોસે, સાહેબના ખિસ્સા ગરમ!

​જે સમયે પ્રિન્સિપાલે શાળાના ઓરડામાં બેસી બાળકોનું ભવિષ્ય ઘડવાનું હોય છે, તે સમયે સાહેબ પોતાની મસાલા ફેક્ટરી, ઇલેક્ટ્રિક શો-રૂમ અને બિલ્ડરના વ્યવસાયોમાં કરોડોના સોદા પાડી રહ્યા હોય છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જે શિક્ષકો પર બાળકોને પ્રામાણિકતાના પાઠ ભણાવવાની જવાબદારી છે, તે જ શાળાનો એક અન્ય શિક્ષક પ્રિન્સિપાલના કહેવાથી તેમની ‘પ્રોક્સી હાજરી’ પૂરીને આ પાપમાં ભાગીદાર બની રહ્યો છે. આ ડિજિટલ યુગનું સૌથી મોટું સ્કેમ છે, જ્યાં એક શિક્ષક બીજા શિક્ષકની ચોરી છુપાવે છે અને અધિકારીઓ AC ઓફિસમાં બેસીને બધું ‘All is Well’ હોવાનો દાવો કરે છે.

અહી ​સવાલ એ ઉઠે છે કે શું તાલુકા અને જિલ્લા કક્ષાના શિક્ષણ અધિકારીઓ (TPO/DPEO) એટલા આંધળા છે કે તેમને આ ગેરરીતિ દેખાતી નથી? કે પછી પ્રિન્સિપાલના ખાનગી વ્યવસાયના ‘મસાલા’ અધિકારીઓના રસોડા સુધી પણ પહોંચે છે? ગામલોકોનું કહેવું છે કે સાહેબ તો ક્યારેક જ દર્શન આપે છે. જો પ્રિન્સિપાલ શાળામાં નથી, તો કયા લોકેશન પરથી અને કયા મોબાઈલથી તેમની ઓનલાઇન હાજરી પુરાય છે? ફરજ પર હાજર રહ્યા વગર સરકારી તિજોરીમાંથી લાખોનો પગાર ખાવો એ પ્રજાના ટેક્સના પૈસાની સીધી લૂંટ છે.

​આ અહેવાલ માત્ર એક સમાચાર નથી, પણ ઊંઘતા તંત્રને જગાડવાનો શંખનાદ છે. જો આગામી દિવસોમાં આ ‘ભ્રષ્ટ પ્રિન્સિપાલ’ અને તેમને સાથ આપનારા ‘પ્રોક્સી માસ્તરો’ સામે કડક તપાસ અને સસ્પેન્શનના આદેશ નહીં અપાય તો તમામ પુરાવાઓ સાથે આ મામલો ગાંધીનગર ‘સ્વાગત’ પોર્ટલ અને શિક્ષણ મંત્રી સુધી લઈ જવામાં આવશે.
“શાળામાં બાળકો શિક્ષકને શોધે છે, અને શિક્ષક ગ્રાહકોને શોધે છે – આ તે કેવી શિક્ષણ વ્યવસ્થા?”
Share

Related posts

ગુજરાત ઈલેક્શન 2022 : ભારતીય ટ્રાયબલ પાર્ટીએ જાહેર કર્યા ઉમેદવાર

gujaratjanekta

ચાકલીયા પોલીસે 60,480 ના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડયો

gujaratjanekta

સેન્ટ હિલેરી સ્કૂલ ખાતે SSV કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial