Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ટીવી સિરિયલ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના જાણીતા અભિનેતા દિલીપ જોષી લુણાવાડાના મહેમાન બન્યા

મહિસાગર જીલ્લાના મુખ્યમથક લુણાવાડા ખાતે મોડાસા રોડ પર આવેલા એક ખાનગી જ્વેલર્સના ઓપનિંગ પ્રસંગે ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામા જેઠાલાલ ગડાના પાત્રથી ઘર ઘર જાણીતા બનેલા અને બોલીવુડ અભિનેતા દિલીપ જોષી મહેમાન બન્યા છે.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામા તેમના ચાહકો હાજર રહ્યા હતા.અને તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી.તેમને પોતાના ચાહકોને સિરિયલમા ભજવતા જેઠાલાલ ગડાના પાત્રને વર્ષો સુધી પ્રેમ આપવા બદલ દિલથી આભાર માન્યો હતો.
મહિસાગર જીલ્લાના લુણાવાડા ખાતે આવેલા એક ખાનગી જ્વેલર્સના શો રુમના ઓપનિંગમા હાજરી આપી હતી. મોડાસા રોડ પર આવેલા નંદન આર્કેડ ખાતે મુંબઈની એક જાણીતી બ્રાન્ડ પટેલ જ્લેવર્સની શાખાનો પ્રારંભ થયો છે. જેના ઓપનિંગ સેરેમનીમાં ફિલ્મ અને ટીવી સિરીયલના અભિનેતા દિલીપ જોષી એ હાજરી આપી હતી.દિલીપ જોશીનુ સ્વાગત કરવામા આવ્યુ હતું.તેમને જ્વેલર્સ શાખાને દિપ પ્રાગ્ટય કરીને ખુલ્લો મુક્યો હતો. અભિનેતા દિલીપ જોષીએ ચાહકોને જણાવ્યુ હતુ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલને પ્રેમ આપવા બદલ આભાર માનુ છુ. 15 વર્ષ સુધી આપ સૌએ જે દિલથીં પ્રેમ આપ્યો છે.આ સિરિયલે હાલમાં જ 4000 હજાર અપિસોડ પુરા કર્યા છે.તેમને સિરિયલની વિશેષતા જણાવતા વધુમા ઉમેર્યુ હતુ. ટીવી સિરિયલના તારક મહેતાનાના ઉલ્ટા ચશ્માના રાઈટર અબ્બાસ હિરાપુરવાલા લુણાવાડાના વતની છે.તેમનો મને ફોન આવ્યો હતો. તેમને મને ક્હયુ હતુ કે તેમને વધુમા વેલેન્ટાઈન ડેમાં તમારી પત્ની માટે કઈ ગિફટ લેશો તેવો સવાલ પુછતા તેમને જણાવ્યુ હતુ કે આજકાલ બ્લાઈન્ડનો જમાનો નથી.બધુ જોઈ તપાસીને નકકી થાય છે.આજકાલ લગ્ન પણ જોઈ તપાસીને નક્કી થાય છે. આ પ્રંસગે ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ , તેમજ પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ . માજી સાંસદ ભુપેન્દ્રસિંહ સોલંકી સહિત અગ્રણી તેમજ ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. ચાહકોએ અભિનેતા દિલીપ જોષી સાથે સેલ્ફી પડાવી હતી.

Share

Related posts

ઝાલોદ ખોડીયાર માતા મંદિર ખાતે નવરાત્રિ પાવન પર્વ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા

gujaratjanekta

સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ઝાલોદ સબ જેલ ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો

gujaratjanekta

ફતેપુરા તાલુકાના નાના બોરીદામાં દોઢ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ પુલની તકલાદી કામગીરી: અકસ્માતમાં મોટી જાનહાની થવાનો ભય

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial