Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ (મોટા સોનેલા) ખાતે રંગારંગ વિન્ટર કાર્નિવલનું ભવ્ય આયોજન – જાણો વધુમા

 ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 8 ડિસેમ્બર 2025ના રોજ વિન્ટર કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્નિવલ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમગ્ર સ્ટાફ માટે આનંદ અને યાદગાર અનુભવ સાબિત થયો.

આ કાર્નિવલમાં ફન ગેમ્સ અને એક્ટિવિટી સ્ટોલ્સ, અમેઝિંગ મેજિક શો, પપેટ શો, ડી.જે. પાર્ટી, કેમ્પફાયર અનુભવ, સ્પેશિયલ પ્રી-સ્કૂલ એક્ટિવિટી ઝોન, ફીડ ધ એનિમલ્સ, ફાર્મ લેન્ડ અને મિની ઝૂ જેવી અનેક આકર્ષક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્નિવલનું મુખ્ય આકર્ષણ ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતી સુંદર થીમ હતી, જેના કારણે સમગ્ર કેમ્પસ પરંપરાગત અને રંગીન માહોલથી ખીલી ઉઠ્યું હતું. વાલીઓ અને વિદ્યાર્થીઓએ આ થીમને ઉત્સાહપૂર્વક માણી વિવિધ સ્ટોલ અને શોમાં ભાગ લઈ મનોરંજનનો પૂરેપૂરો આનંદ માણ્યો. ખાસ કરીને નાનાં બાળકો માટે બનાવાયેલું સ્પેશિયલ એક્ટિવિટી ઝોન સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રહ્યો.

શાળા મેનેજમેન્ટે જણાવ્યું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્જનાત્મક વિકાસ, સામાજિક જોડાણ અને સંસ્કૃતિ પ્રત્યેના લગાવને મજબૂત બનાવે છે.

વિન્ટર કાર્નિવલ 2025 સમગ્ર ક્રિસ્ટલ પરિવાર માટે આનંદ, ઉત્સવ અને અવિસ્મરણીય પળો લઈને આવ્યો. સુવ્યવસ્થિત આયોજન અને સૌના સહકારથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

Share

Related posts

ગાંધીનગર ટાઉનહોલખાતે ઉત્કર્ષ ચેરીટ્રેબલ ટેસ્ટ દ્વાર બ્રાહ્મણ ના દીકરા દીકરી ઓને જર્મન અભ્યાસ ઉચ્ચ અભ્યાસ તથા જોબમા

gujaratjanekta

આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં અંજલિ ડેન્ટલ ક્લિનિક ગોધરા ખાતે નિ:શુલ્ક મેગા કેમ્પ યોજાયો

gujaratjanekta

વડોદરામાં PM મોદીની સભા સ્થળ બહાર મુકાયેલું 71 ફુટ ઉંચુ કટાઉટ ફાટ્યું, હલકી કામગીરી ખુલ્લી પડી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial