Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ગોધરામાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી : ગેરકાયદે રેતી-બ્લેક વહન કરતા 3 ટ્રેકટર સહિત ૨ ડમ્પર મળી ૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત – જાણો વધુ

પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમે મોટી કાર્યવાહી કરી છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સીમલીયા પાસેના નદીના પટ્ટમાં બાતમી ના આધારે છાપો મારતા નદી પાસેથી ગેરકાયદેસર રેતીનું ખોદકામ કરી રહેલા ૬ જેટલા વ્યક્તિઓને ને રંગેહાથ પકડી પાડ્યા હતા.

જેઓ પાસેથી સ્થળ ઉપર એક ખનીજ માટે બિન અધિકૃત  સબબ સીઝ કરી જિલ્લા કચેરી ગોધરા ખાતે ૨ ટ્રક અને ૩ પાવડા વાળા ટ્રેક્ટર અને ૧ ટ્રોલી ટ્રેક્ટર એમ મળી કુલ અંદાજે ૭૫ લાખનો મુદ્દા માલ સીઝ કરવામાં આવ્યો છે.

વધુમાં રેતીનું ખનન કરી રહેલા તમામ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં દિન પ્રતિદિન વધી રહેલા ગેરકાયદે ખનન સામે ખાણ ખનીજ વિભાગની ટીમ સતત કાર્યરત છે. આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

Share

Related posts

ઝાલોદ તાલુકા ખાતે આવેલ માનવ વિકાશ અને સંશોધનો કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષે જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

માંડવી પોલીસ દ્વારા મોટર સાઈકલોમાં સેફ્ટી ગાર્ડ નખાયા

gujaratjanekta

પાંચ વર્ષમાં ગરબાડા નો નંબર વન વિકાસ કરીશું – ગૃહ મંત્રી અમિત શાહ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial