Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

અકસ્માત નિવારણ / લુણાવાડા તાલુકાના હાડોદ વરધરી કડાછલા રોડ ઉપર વાહન ચાલકોની સલામતી માટે તળાવની ફરતે ક્રેશ બેરિયર લગાડવામાં આવ્યા – જાણો વધુમાં

મહિસાગર જિલ્લામાં દિવસે દિવસે ટ્રાફીકની સમસ્યાની સાથે સાથે વાહનોની સંખ્યા પણ વધતી જાય છે વધતા વાહનો ના કારણે કેટલીક એવી જગ્યાઓ જ્યાં ભય ની સાથે અકસ્માત થવાની ચિંતા લોકોમાં સેવાઈ રહી હોઈ છે ત્યારે લુણાવાડા તાલુકાના હાડોદ વરધરી કડાછાલ રોડ ઉપરથી પસાર થઇ રહેલા વાહન ચાલકોની સલામતીના માટે તળાવની બાજુમાં ક્રેશબેરીયરની કામગીરી કરવામાં આવી હતી.

વાહન ચાલકો અને રાહદારીઓની સલામતી માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. લુણાવાડા તાલુકા હાડોદ વરઘરી કડાછાલ રોડ પર વિશાળ તળાવ આવેલું છે જ્યાં નજીકમાંથી જ વિવિધ ગામોને જોડતો રસ્તો પસાર થાય છે તેથી વાહન ચાલકો અને રાહદારીઓ માટે સલામતીના કારણોસર જરૂરિયાત હોઇ આ વિસ્તારમાંથી જે તે જવાબદાર વિભાગને રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તળાવની ફરતે ક્રેશ બેરીયર લગાડી દેવામાં આવતા અકસ્માતની શક્યતા ટળી છે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) લુણાવાડા કચેરી મારફતે કરવામાં આવેલ કામગીરી બદલ આસપાસના ગ્રામજનો સહિત સૌ રહીશોએ સરકારની આ કામગીરીની પ્રશંસા કરી હતી.

Share

Related posts

ગોધરા કોમર્સ કોલેજના પ્રો. અરૂણસિંહ સોલંકીના પુસ્તકનું મંત્રી શ્રી પ્રફુલ પાનસેરીયા ના હસ્તે વિમોચન

gujaratjanekta

હવામાનમાં પલટો થતા કમોસમી વરસાદ સામે પંચમહાલ જિલ્લાના ખેડુતોએ તકેદારી રાખવા કરાયો અનુરોધ

gujaratjanekta

ભ્રષ્ટ અધિકારીઓ વિરૂદ્ધ ગુજરાત સરકારનું ઓપરેશન તેજ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial