Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સુખસર સી.એચ.સી માં 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા… મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટિલાવત અને જીલ્લા ટી.બી અને એચ.આઇ.વી અધિકારી આર.ડી.પહાડીયા અને ડી.એ.પી.સી.યુ દાહોદના માર્ગદર્શન હેઠળ 1લી ડિસેમ્બર “વિશ્વ એઇડ્સ દિવસ” 2025 ની થીમ “એઈડ્સ ના પ્રતિભાવમાં પરિવર્તન લાવો, વિક્ષેપ દુર કરો”. આજરોજ વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે સા.આ.કેન્દ્ર સુખસર ખાતે અધિક્ષક ભરત વી. પટેલ, આઈસીટીસી કાઉન્સિલર નયનાબેન દરજી અને એલ.ડબલ્યુ.એસ વર્કર અને સુખસર દવાખાનાના તમામ સ્ટાફ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દવાખાનાના સ્ટાફ અને સાઇ નર્સિંગ સ્કૂલની વિધાર્થીનીઓ દ્રારા પોસ્ટર પ્રદર્શન અને નાટકના માધ્યમથી એચ.આઇ.વી/એઇડ્સને અટકાવવા માટેની માહિતી આપી હતી.સુખસર સ્ટાફ દ્વારા રંગોળી અને આઈ.ઈ.સી કરી અને એચ.આઈ.વી/એડ્સ માટે જન જાગૃતિ લાવવા માટેની માહિતી આપી. તેમજ કેન્ડલ પ્રગટાવીને શ્રદ્ધાંજલી આપવામા આવી હતી.આ ઉજવણીમાં દવાખાનાનો સ્ટાફ તેમજ હોસ્પિટલ મા આવેલા લાભાર્થીઓને એચ.આઈ.વી/એઇડ્સ,એસ ટી.આઈ ,આર.ટી.આઈ,ટી.બી હિપેટાઇટિસ બી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Share

Related posts

રાત્રિના સાલાપાડા ગામેથી પરત ફરતી જાનૈયાઓની ગાડી રોકી ગાડીમાં બેસેલ દુલ્હનના અપહરણના ગંભીર પ્રકારના ચર્ચાસ્પદ ગુન્હાને અંજામ આપનારઆરોપીઓને ઝડપી પાડતી દાહોદ જિલ્લા પોલીસ.

gujaratjanekta

ફતેપુરા તાલુકાના વલુંડી ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ રમીલાબેન તેરસીંગભાઇ બરજોડ બિન હરીફ ચૂંટાયાટેકેદારો દ્વારા મીઠાઈ વેચી ફુલહાર કરી બેન્ડબાજા બજાવી ખુશી વ્યક્ત કરવામાં આવી

gujaratjanekta

શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ઝાલોદમાં મ્યુઝિકલ મોર્નિંગનું આયોજન કરવામાં આવ્યું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial