Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news Other ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ ટોપ ન્યૂઝ

“હિન્દુ યુવા સંગઠન ભારત તથા સનાતન હિંદુ સમાજ માંડવી આયોજીત સ્નેહ મિલન સમારોહ યોજાયું”

:-હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા અને સંગઠન ટીમે કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી’

માંડવી:- તા,૨૯ શનિવારના રોજ પ્રત્યેક વર્ષની જેમ હિન્દૂ યુવા સંગઠન માંડવી દ્વારા સમસ્ત સનાતન સમાજનો સમાવેશ કરતું “સ્નેહમિલનનું” આયોજન કરવામાં આવેલ, જેમાં સમસ્ત જ્ઞાતિ પ્રમુખો, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તથા વ્યાપારિક અગ્રણીઓ હાજર રહ્યા હતા , રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાના નેતૃત્વમાં આ માત્ર સ્નેહમિલન ન હોતા પણ હિન્દૂ સમાજની એકતા-અખંડતા અને સમરસતાનું શાશ્વત પ્રમાણ છે, તેવો સુર સામાજિક પ્રમુખો દ્વારા વ્યક્ત કરવામાં આવેલ તેમજ મથલથી પધારેલ મહંત શ્રી અજિતેન્દ્રજી મહારાજે હિન્દૂ સમાજને નાત-જાતના વડાઓમાંથી મુક્ત થઇ અને રાષ્ટ્રનિર્માણ અને હિન્દુત્વ હિતેઈશી કાર્યો માટે યુવાધનને આગળ આવવા માટે આહવાહન કર્યું હતું રાજનીતિક અને વ્યક્તિગત સ્વાર્થ ત્યજી હિન્દુયુવાઓ ધર્મને પ્રાથમિકતા આપે તે વિચારો પણ તેઓ તરફથી વ્યક્ત કરવામાં આવેલ હતા.

'સ્નેહમિલનમાં આવેલ બહોળી સંખ્યામાં હિન્દુ સમાજ'

સંપૂર્ણ સનાતન સામાજિક પ્રમુખો આ શુભાવસરે એકાત્મભાવ થી પરિચિત થઇ અને આ આયોજનને સફળ બનાવેલ હતું , સાથે જ સંગીત સંધ્યામાં હરિભાઈ ગઢવી અને લોક સાહિત્યકાર યોગેશભાઈ જોશીએ કચ્છની ધીંગીધરા અને સંસ્ફુર્તિક આદર્શોનું સ્મરણ કરી પ્રજાને ભાવવિભોર કરેલ હતા

રઘુવીરસિંહ જાડેજા એ હિન્દૂ સમાજની વર્તમાન પરિસ્થિતિ અને વાસ્તવિકતા વિષે હિન્દૂ સમાજને સંબોધન કરતા જણાવ્યું હતું કે સંગઠન માટે સૌ આવકાર્ય છે , આપ સ્વાર્થ અને મહ્ત્વકાંશાઓનો ત્યાગ કરી સંગઠનના કોઈ પણ કાર્યક્રમમાં એક હિન્દૂ તરીકે જયારે પ્રવેશ મેળવો છો , ત્યારે જયારે સમય આવે ત્યારે “હમ સબ હિન્દૂ એક હૈ”ના સૂત્રને આજનો યુવાન સાર્થક કરે તે અપેક્ષા , તેમજ રાષ્ટ્રવિરોધી તત્વોને પણ તેઓએ ખુલા પાડી અને તે કેવી રીતે પોતાના મનસૂબામાં આગળ વધે છે , તે વિષે ચિંતા વ્યક્ત કરેલ અને યુવાઓને એક થઇ હિન્દુત્વને સાર્થક કરવા માટે આહવાન કરેલ , માંડવીની પણ વાસ્તવિક પરિસ્થિતિ પ્રત્યે હિન્દૂ સમાજ પાસે સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે પણ તેઓએ સમાજને ચિંતન કરવા પ્રેર્યાં હતા અને એક જ સંકલ્પ , નીડર હિન્દૂ સમાજરૂપી સૂત્ર ને સાર્થક કરવું તે વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે તે ઉદઘોષણા કરી હતી , સાથે જ સંગઠનના વિસ્તાર સ્વરૂપ નવનિયુક્ત પદાધિકારીઓની ઘોષણા પણ કરવામાં આવેલ તથા સમસ્ત સનાતન સમાજ જ આ આયોજન નો કર્તા-ધરતા છે , અને તેઓના સાથ-સહકારના કારણે જ આ ઉત્સવ સફળ થયો છે તે રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવ્યું હતું ,

કાર્યક્રમનું સંચાલન રાજાભાઈ પરમારે કરી સમસ્ત સમાજનો સાથ આ જ પ્રકારે મળતો રહે તે સાથે જ્ઞાતિ અગ્રણીઓ નો આભાર પ્રકટ કરી , અતઃ સંગઠનનું મૂળભૂત સૂત્ર “અન્ન ભેગા તેમના મન ભેગા”નું અનુકરણ કરી અઢારેય વર્ણોએ સાથે ભોજન લઇ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.

Share

Related posts

રાજ્યસભા સાસદ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસનો મુખ્યમત્રીપદનો ચહેરો બની શકે છે

gujaratjanekta

બાલાસિનોર ના રૈયોલી ખાતે “સ્વચ્છતા હી સેવા’’ અભિયાન કાર્યક્રમ અંતર્ગત ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ દ્વારા યોજવામાં આવ્યો

gujaratjanekta

ઝાલોદ તાલુકા સંકલન સમિતિની બેઠક: ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને 9 જેટલા લોક પ્રશ્નોના નિવારણ અંગે ચર્ચા કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial