Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ લાયન્સ ક્લબ સંચાલીત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં દાહોદ જિલ્લામાં પ્રથમ આવી સ્કૂલ તેમજ માબાપનું નામ રોશન કર્યું

પંકજ પંડિત- ઝાલોદ.

નાનપણથી જ પરિવારમાં ધાર્મિક વાતાવરણ મેળવી પોઝિટીવ ઉર્જા મેળવીઝાલોદ લાયન્સ ક્લબ સંચાલિત ધોરણ 10 મા ઇંગ્લિશ મીડિયમમા ભણતી કુ.શ્રદ્ધા પંકજકુમાર અગ્રવાલ દાહોદ જિલ્લામાં 94.20% લાવી પ્રથમ આવી શાળાના શિક્ષકો, પરિવારના સભ્યો તેમજ નગરનું નામ ઉચું કર્યું હતું.નાનપણથી અગ્રવાલ પરિવારની આ દીકરી શ્રદ્ધા ધાર્મિક વાતાવરણની વચ્ચે પોતાના માબાપ અને તેની મોટી બહેનોના માર્ગદર્શન હેઠળ ભણવામાં રુચિ રાખતી હતી, ઘરમાં અભ્યાસ અર્થે સદાય તેના માબાપ તેને મદદરૂપ રહી પૂરો સહયોગ કરતા હતા. ભણવામાં રુચિ ધરાવતી અને ધોરણ 1 થી 9 સુધી અભ્યાસ કરતા શાળામાં કાયમ પ્રથમ આવતી હતી. તારીખ 11-05-2024 શનિવારના રોજ ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમમા ભણી 94.20% લાવી હતી તેના આ ગુણ ઇંગ્લિશ મીડિયમમા ભણતા દાહોદ જિલ્લામાં પ્રથમ આવી હતી. શ્રદ્ધા દાહોદ જિલ્લામાં પ્રથમ આવતા તેણે પોતાનો બધો શ્રેય સ્કૂલના શિક્ષકો અને પોતાના માબાપને આપ્યો હતો.

Share

Related posts

સાવધાન- ગુજરાતમાં કોરોનાની રી-એન્ટ્રી : દક્ષિણ ભારતની મુસાફરી કરી હતી

gujaratjanekta

પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું!!

gujaratjanekta

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સીમલખેડી ગામેથી એક જીવીત હાલતમાં નવજાત બાળક મળી આવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી જનેતાની શોધખોળ હાથ ધરી છે.

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial