Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે એક જ દિવસમાં વિસ બહેનોની નોર્મલ ડિલીવરી કરાવવામાં આવી

પંકજ પંડિત

હોસ્પિટલના નિષ્ણાત ડૉ પ્રિયંકા હાંડા દ્વારા દરેક બહેનોને સારવાર અપાઈઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે તારીખ 06-06-2025 શુક્રવારના રોજ વિસ બહેનોની ( સગર્ભા માતાઓ ) નોર્મલ ડિલીવરી હોસ્પિટલના નિષ્ણાત ડૉ પ્રિયંકા.એન.હાંડા દ્વારા નર્સીગ સ્ટાફના સહયોગથી કરાવવામાં આવી હતી. તમામ સગર્ભા માતાઓ તેમજ બાળકો તંદુરસ્ત છે. દિવસ દરમ્યાન થયેલ ડિલીવરીમા બાર છોકરા તેમજ આઠ છોકરીઓએ જન્મ લીધો હતો. સબ ડીસ્ટ્રીક્ટ ખાતે થયેલ વીસ ડિલીવરીમા 19 સગર્ભા માતાઓ ઝાલોદ તાલુકાની તેમજ એક ફતેપુરા તાલુકાની છે. ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ચોવીસ કલાક ચાલતી સરકારી હોસ્પિટલ છે જેથી રાત્રે મોડે સુધી આવનાર બહેનોની પણ રાત્રી દરમ્યાન જ સારવાર આપી બહેનોની ડિલિવરી કરાવવામાં આવી હતી. ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે સોનોગ્રાફી, પેથોલોજી લેબોરેટરી ,રેડિયો લૉજિસ્ટ સેવા પણ ચોવીસ કલાક ચાલતી રહે છે. ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે થયેલ વીસ ડિલીવરી થયેલ માતા અને બાળકોની તપાસ કરી તમામ પેસેન્ટોને ખીલખીલાટ વાહન દ્વારા તેમના ઘરે ડ્રોપ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અને સ્ટાફના સુંદર અભિગમ થી સહુ માતાઓ તેમજ તેમના પરિવારજનો ખુશ જોવા મળતા હતા.

Share

Related posts

રાજકોટનાં ૪૫ વર્ષના આધેડએ કરી આત્મહત્યા: ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

Admin

ઝાલોદ નગરમાં ખાટું શ્યામ જતા પગપાળા સંઘનુ સ્વાગત શ્યામ પરિવાર દ્વારા કરવામાં આવ્યું

gujaratjanekta

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, રોહિત શર્મા કેપ્ટન, 15 ખેલાડીઓમાં કોને સ્થાન?

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial