Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education ગુજરાત ન્યૂઝ

એજ્યુકેશન : લુણાવાડાની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળ સંસદ કેબિનેટ સત્ર – 2025 નો પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો – જુઓ VIDEO

ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ લુણાવાડા ખાતે આજરોજ ધોરણ 7 થી 10 ના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં બાલ સંસદ — School Parliament નો પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી, શિસ્ત, ચર્ચા-વિવેક અને પ્રજાસત્તાકની સમજ વિકસાવવાનો હતો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ મતદાન કરી ચૂંટણી પ્રક્રિયાનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.

 બાળકોને ભારત દેશની લોકશાહી તેમજ ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર કરવાના હેતુથી યોજાયેલ સઁસદમાં વિદ્યાર્થીઓએ પોતાના વિચારો, લોકોને પડતી તકલીફો અને વિરોધ પક્ષના નેતા સહિત સર્વે ધારદાર પ્રશ્નોની ચર્ચાએ ઉપસ્થિત સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

વિદ્યાર્થીઓએ મંત્રાલય મુજબની કામગીરી,

 • શૈક્ષણિક વિભાગ

 • સ્વચ્છતા વિભાગ

 • શિસ્ત વિભાગ

 • સાંસ્કૃતિક વિભાગ

 • આરોગ્ય અને રમતગમત વિભાગ

 • સમુદાય સેવા વિભાગ

જેવી વિવિધ ભૂમિકાઓનું સર્જન કરી પોતાની જવાબદારી કેવી રીતે નિભાવવી તેની સમજ મેળવી હતી.

વધુમાં કાર્યક્રમ દરમિયાન બાળકોને “શાળા કેવી રીતે સંચાલિત થાય છે?” અને “સંસદમાં કેવી ચર્ચા-નિર્ણય પ્રક્રિયા ચાલે છે?” તે બાબતોનો જીવંત અનુભવ મેળવ્યો હતો. વિદ્યાર્થીઓએ પોત પોતાના મતો રજૂ કર્યા, પ્રશ્નો પૂછ્યા અને લોકશાહી પદ્ધતિથી નિર્ણય લેવાની પ્રક્રિયા સમજી હતી.

બાલ સંસદમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતા શાળાના શિક્ષકગણે પણ નિહાળી હતી.

Crystal International School સતત આવી રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા માટે હરહંમેશ તૈયાર છે જે જાણીને વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ આંનદની લાગણી ફેલાઈ હતી.

Share

Related posts

વિધાનસભાની ચુંટણી નજીક આવતા ગોધરામાં પંચમહાલ કોંગ્રેસ માયનોરેટી વિભાગ દ્વારા નવા હોદ્દેદારોની વરણી – જાણો વધુ

gujaratjanekta

વડોદરાની ડભોઈ બેઠક રાજસ્થાન જેવું થાય છે, આ રસપ્રદ રેકોર્ડ ભાજપ-કોંગ્રેસ વચ્ચે જળવાઈ રહ્યો છે, જાણો શું છે રેકોર્ડ

gujaratjanekta

ઝાલોદ પોલીસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ નાઓની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિતે એકતા દોડનુ સુંદર આયોજન કર્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial